કોંગ્રેસ અને ભાજપમાં ટિકીટ માટે ખેંચતાણની સ્થિતિ
મહેસાણા,તા.10 ફેબ્રુઆરી 2021, બુધવાર
મહેસાણા જિલ્લામાં પંચાયત અને નગરપાલિકાની ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ઉમેદવારી ફોર્મ ભરવામાં હવે માંડ બે દિવસ રહ્યા છે. પરંતુ હોબાળો થવાના ડરે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા હજુસુધી પોતાના ઉમેદવારીની યાદી જાહેર કરવામાં નહી આવતાં અટકળો તેજ બની છે. બીજી તરફ કેટલીક વિવાદવાળી બેઠકો ઉપર બન્ને પક્ષો દ્વારા પસંદગીના ઉમેદવારોને પોતાના ફોર્મ ભરી દેવા મૌખિક સૂચના આપવામાં આવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
૨૮ ફેબ્રુઆરીના રોજ મહેસાણા જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે. ૮ ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવાના શરૂ થયા છે. જેમાં મંગળવારે પંચાયત અને પાલિકાની જુદી જુદી બેઠકો પર ૧૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે બુધવારે વધુ ૧૮ ઉમેદવારી ફોર્મ રજુ થયા છે. જેમાં ઊંઝા નગરપાલિકામાં ભાજપના ૪ અને ૧ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. મહેસાણા જિલ્લા પંચાયતની ગોઠવા બેઠક પરથી બે અને ભાન્ડુ બેન્ક પરથી એક જ્યારે જોટાણા તાલુકા પંચાયતની ૫, કડી-૨, ઊંઝા-૧ અને વિજાપુર તાલુકા પંચાયતમાં ૧ ઉમેદવારી ફોર્મ ભરાયું હતું. જ્યારે મહેસાણા નગરપાલિકાના ૧૧ વોર્ડ પૈકી અત્યારસુધીમાં વોર્ડ ૩માં ૧ વોર્ડ નં.૪માં બે, વોર્ડ નં.૯માં ૨ વોર્ડ નં.૧૦માં પાંચ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે.
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૩ ફેબ્રુઆરી છે. પરંતુ હજુસુધી મુખ્ય પ્રતિસ્પર્ધી ગણાતા ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૧૦ તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો અને ચાર નગરપાલિકાની ૧૫૨ બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. જેમાં કેટલીક બેઠકો ઉપર પક્ષની ટિકીટ પર ચુંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સંખ્યા વધુ હોવાના કારણે અસંતોષ ફેલાય તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે.
મહેસાણા નગરપાલિકાની ચુંટણી માટે રજૂ થયેલા ફોર્મ
વોર્ડ નામ
૩ અમિત વિષ્ણુ પટેલ
૪ રંજન દિલીપકુમાર પ્રજાપતિ
૪ સત્યભારતી પ્રવિણકુમાર કાપડીયા
૯ ધવલ કીર્તિકુમાર શાહ
૯ ધવલ કીર્તિકુમાર શાહ
૧૦ સાવન અતુલભાઈ પટેલ
૧૦ મહેશ કનુભાઈ ચૌહાણ
૧૦ સરોજબેન મહેશકુમાર ભીલ
૧૦ ફલકસારા ઈમ્તીયાજ પઠાણ
૧૦ સમીર અતુલકુમાર પટેલ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qa0vs1
0 Response to "કોંગ્રેસ અને ભાજપમાં ટિકીટ માટે ખેંચતાણની સ્થિતિ"
Post a Comment