મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી જયવીરસિંહની જામીન અરજી ફગાવાઈ

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી જયવીરસિંહની જામીન અરજી ફગાવાઈ

ભુજ,બુધવાર

મુંદરાના ચકચારી કસ્ટોડીયલ ડેાથ કેસમાં છ પોલીસ કર્મચારીઓ સહિત સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા ધરપકડાથી નાસતો ફરે છે તેવામાં આરોપી જયવીરસિંહ દ્વારા ધરપકડ ટાળવા ભુજ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા તે કોઈ નજીકના વ્યકિતના સંપર્કમાં હોવાની આશંકા વ્યકત કરાઈ છે. જો કે, ભુજ કોર્ટે જયવીરસિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

નાયબ પોલીસ અધિક્ષકનું સોગંદનામું અને સરકારી વકીલની રજુઆતોને ધ્યાને લઈ આઠમા સેશન્સ જજે જામીન અરજી નકારી 

ઘરફોડના એક કિસ્સામાં શકમંદ તરીકે ઉઠાવી પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારી માર મરાતા પહેલા અરજણ ત્યારબાદ હરજોગ ગઢવીનું મોત નિપજવાના બનાવે ગુજરાતભરના ચારણ સમાજમાં ચિંતા સાથે ચકચાર મચાવી છે. બે દિવસ પહેલા આ બનાવ અંતર્ગત મુંદરા બંધનું એલાન અપાયુ હતુ. અને સમગ્ર ચારણ સમાજની સભા મળી હતી. જેને વિવિાધ સમાજોએ પણ ટેકો આપ્યો હતો. પોલીસે પણ આ બનાવમાં તટસૃથ તપાસ કરાશે તેવી ખાતરી આપી હતી.

દરમિયાન, નાસતા ફરતા આરોપીઓ પૈકી સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા દ્વારા ભુજ કોર્ટમાં ધરપકડાથી બચવા આગોતરા જામીન માટેની અરજી કરાઈ હતી. જેની આજે સુનાવણી થતા આગોતરા ફગાવાયા હતા. નાસતા ફરતા છ આરોપીઓ પૈકી જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાએ આઠમા સેશન્સ જજ ભુજ કોર્ટમાં આગોતરા જામીન મળવા અરજી કરી હતી. જે અરજીની આજે સુનાવણી થતા આ બનાવ અંગેની તપાસ ચલાવતા નાયબ પોલીસ અિધક્ષક જે.એન.પંચાલ ભુજ દ્વારા રજુ કરવામાં આવેલા સોગંદનામા અન્વયે જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી રજુઆતોને ધ્યાને લઈને જયવીરસિંહની ગુનામાં સંડોવણીની ગંભીરતા ધ્યાને લઈ આઠમા સેશન્સ જજ ભુજ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો.

હજુ ૬ આરોપીઓ નાસતા ફરે છે

શકિતસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ (રે. ચીત્રા, ગણેશનગર બેંક કોલોની, ભાવનગર) 

જયદેવસિંહ અજીતસિંહ ઝાલા( રે. દેદાદરા, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર)

અશોક લીલાધરભાઈ કનાદ(રે.મોટા સલાયા, જોગીવાસ, માંડવી)

કપીલ અમરતભાઈ દેસાઈ (ચંદખેડા, બહુચર ચોક, અમદાવાદ)

ગફુરજી પીરાજી ઠાકોર(ઉંટવેલીયા, તા.થરાદ, જિ.બનાસકાંઠા) ( તમામ પોલીસ કર્મચારીઓ.

ઉપરાંત જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા( સમાઘોઘા)



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pa8cgT

0 Response to "મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી જયવીરસિંહની જામીન અરજી ફગાવાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel