કચ્છમાં પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં ગાંધીધામમાં સૌથી વધુ ફોર્મ જમા થયા
ભુજ, બુધવાર
કચ્છમાં સૃથાનિક સ્વરાજ્યની ચુંટણીનો જંગ શરૃ થઈ ચુક્યો છે. બંને મુખ્ય રાજકીય પક્ષોએ હજુ ઉમેદવારોના નામે જાહેર કર્યા નાથી તો બીજીતરફ આપ અને અપક્ષ દ્વારા પોતાની દાવેદારી નોંધાવાની શરૃઆત કરાઈ ચુકી છે. આજે ફોર્મ ભરાવવાના ત્રીજા દિવસે સૌથી વધુ ફોર્મ ગાંધીધામ પાલિકામાં જમા થયા હતા. તો તાલુકા પંચાયતમાં નખત્રાણા અને રાપરની સીટો પર બે-બે ફોર્મ ભરાયા હતા.
મળતી માહિતી મુજબ ૯ વોર્ડની અંજાર, ૧૧ વોર્ડની ભુજ, ૯ વોર્ડની માંડવી અને ૭ વોર્ડની મુંદરા પાલિકામાં આજે એકપણ ફોર્મ ભરીને જમા થયો ન હતો. જ્યારે બીજીતરફ ગાંધીધામમાં ગઈકાલે ૩ ફોર્મ જમા થવા સાથે આજે વધુ ૭ ફોર્મ જમા થતા કુલ ૧૧ ફોર્મ જુદા જુદા વોર્ડ માટે ભરાયા છે. જેમાં મોટાભાગે આપ અને અપક્ષ ઉમેદવારોએ દાવેદારી કરી છે. જ્યારે બીજીતરફ નખત્રાણા અને રાપર તાલુકા પંચાયતમાં બે -બે ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતમાં હજી સુાધી એકપણ ફોર્મ ભરવામાં આવ્યા નાથી. હજી સુાધી ભાજપ- કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા ન હોવાથી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા મંદ જણાઈ રહી છે. આવતી કાલે બંને પક્ષ ડખ્ખા વગરની સીટ પર પોતાના કેટલાક ઉમેદવારો જાહેર કરે તેવી સંભાવના છે. ત્યારે મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q9hNWh
0 Response to "કચ્છમાં પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં ગાંધીધામમાં સૌથી વધુ ફોર્મ જમા થયા"
Post a Comment