ભુજ પોસ્ટ વિભાગના કૌભાંડમાં અંતે ૩૪ લાખની ઉચાપતની ફરિયાદ
ભુજ, બુાધવાર
ભુજ સહિત સમગ્ર કચ્છ અને ગુજરાતમાં ચકચાર સર્જનાર ભુજ રાવલવાડી પોસ્ટ ઓફીસ ઉચાપત મામલે અંતે અનેક ચડાવ-ઉતાર પછી મામલો પોલિસ માથક સુાધી પહોચ્યો છે. અને ભુજ એ ડીવીઝન પોલિસ માથકે આ મામલે ૫ વ્યક્તિઓ વિરૃધૃધ વિવિાધ કલમો તળે ફરીયાદ નોંધાઇ છે. જેમાં પોસ્ટ વિભાગના કોમ્પ્યુટર નો દુર ઉપયોગ કરી ૩૪.૫૮ લાખની છેતરપીંડી મીલીભગત કરી કરાઇ હોવા મામલે ફરીયાદ નોંધાઇ છે.
ભરતસિંહ હેમુભા જાડેજા પોસ્ટ ઇન્સપેક્ટરે આ મામલે ફરીયાદ નોંધાવી છે. જેના આાધારે એ-ડીવીઝન પોલિસે વાધુ તપાસ હાથ ધરી છે. ૮.૨૫ કરોડાથી વાધુની ઠગાઇનો આ કિસ્સામાં થઇ હોવાનુ પોસ્ટ વિભાગની પ્રાથમીક તપાસમા સામે આવ્યુ હતુ. જેના આાધારે વિવિાધ ખાતાઓની તપાસ પછી પોસ્ટ વિભાગે આ મામલે ફરીયાદ નોંધાવી છે.
લાંબા સમયાથી ચર્ચામાં રહેલા આ કિસ્સામાં જેના પર આક્ષેપો હતા તેવા સામાજીક આગેવાન સચિન ઠક્કર તાથા તેની મહિલા એજન્ટ પત્ની સામે પોસ્ટ વિભાગે કરેલી તપાસમાં કોઇ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો અને પોસ્ટ વિભાગની નોટીસનો પણ યોગ્ય જવાબ અપાતો ન હોય અંતે હવે ફરીયાદ નોંધાઇ છે. જેમાં રાવલવાડી પોસ્ટના મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર,તેના પતિ સચિન ઠક્કર તેના પુત્ર મૌનીષ ઠક્કર તાથા બે પોસ્ટ વિભાગના કર્મચારી બિપીન રાઠોડ,તાથા બટુક વૈર્શ્નવ સામે આ મામલે એ ડીવીઝન પોલિસ માથકે ખોટા દસ્તાવેજન મદદગારી અને ઠગાઇ સહિતની વિવિાધ કલમો તળે ફરીયાદ નોંધાઇ છે. જે મામલે હવે પોસ્ટ વિભાગ સાથે પોલિસે પણ તપાસ શરૃ કરી છે. અગાઉ આ મામલે દંપતી વિદેશ ન જાય તે માટે પોસ્ટ વિભાગે પાસપોર્ટ ઓફીસે પણ જાણ કરી હતી. એજન્ટ પરિવારના સભ્યોએ ખોટા દસ્તાવેજો તાથા સીસ્ટમનો ખોટો ઉપયોગ કરી આ કૌભાડ આચર્યુ હોવાની કલમો તળે ફરીયાદ નોંધાઇ છે. જેમા પોસ્ટ કર્મચારીની સામેલગીરી પણ સામે આવી છે. જેને અગાઉ જ પોસ્ટ વિભાગે સસ્પેન્ડ કર્યા છે.
કચ્છના ડાક અધિક્ષકની અમદાવાદ બદલી : વધુ બે કર્મચારી સસ્પેન્ડ
કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનારા ભુજ રાવલવાડી પોસ્ટ કૌભાંડમાં આજે સતાવાર મહિલા એજન્ટ સહિત પાંચ આરોપીઓ સામે ૩૪.૫૮ લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવા પામી હતી. દરમિયાન, જિલ્લા ડાક અિધક્ષક મહેશ પરમારની પણ બદલી કરાતા ચકચાર મચી છે. મહેશ પરમારની સીટી ડીવીઝન અમદાવાદ ખાતે બદલી કરી દેવામાં આવી છે. તેવુ માહિતગાર સુત્રોએ જણાવ્યુ હતુ. જ્યારે ધર્મેન્દ્ર ગોંડેલા અને જયદીપસિંહ જાડેજા નામના બે કર્મચારી આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભુજ ડાક અિધક્ષકનો ચાર્જ સુરેન્દ્રનગરના ડાક અિધક્ષક કમલેશ ઠકકરને સોંપાયો હોવાનું જાણવા મળેલ જો કે, આ અંગે કોઈ સતાવાર વિગતો મળવા પામી ન હતી. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એકાદ માસાથી ચર્ચામાં રહેલા આ પોસ્ટ કૌભાંડમાં થોડા દિવસો પહેલા ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને આખરે આજે પોલીસ માથકે એજન્ટ સહિતનાઓ સામે સતાવાર ફરિયાદ પણ થઈ હતી. તેવામાં ડાક અિધક્ષકનો આ કૌભાંડે બદલીના રૃપે ભોગ લીધો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cYA98H
0 Response to "ભુજ પોસ્ટ વિભાગના કૌભાંડમાં અંતે ૩૪ લાખની ઉચાપતની ફરિયાદ"
Post a Comment