આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસઃ કચ્છમાં પણ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે

આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસઃ કચ્છમાં પણ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે

ભુજ,સોમવાર

સૃથાનિક સ્વરાજયની ચૂંટણીના ભાગરૃપે આગામી ૨૮ મી તારીખે કચ્છમાં પણ ચૂંટણીઓ યોજાઈ રહી છે. કચ્છ જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ૫ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો ભરાયા બાદ આજે ફોર્મ ચકાસવામાં આવ્યા હતા. જેમાં, ફોર્મ રદ થયા હતા અને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે કેટલા ઉમેદવારો મેદાનમાં રહી જશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

આજે સંબંિધત વિભાગની કચેરીમાં ફોર્મ ચકાસણીનો ધમાધમાટ જોવા મળ્યો હતો. વહેલી સવારાથી ફોર્મ ચકાસણી કરતા અિધકારીઓ-કર્મચારીઓ નજરે પડયા હતા. કચ્છમાં જિલ્લા પંચાયતની ૪૦ સીટ, ૧૦ તાલુકા પંચાયતની ૨૦૪ અને પાંચ નગરપાલિકાના ૪૪ વોર્ડની ૧૯૬ બેઠક માટે ૨૮ ફેબુ્રઆરીએ ચૂંટણી યોજાશે. આ ચૂંટણ અંતર્ગત જિલ્લા પંચાયત માટે ૧૬૧, તાલુકા પંચાયતો માટે ૭૨૫ અને નગરપાલિકા માટે કુલ ૭૨૪ ફોર્મ ભરાયા હતા. 

આજે દિવસભર ફોર્મ ચકાસણીનો ધમાધમાટ જોવા મળ્યો હતો.  જિલ્લાની તમામ આરઓ કચેરી મધ્યે ફોર્મ ચકાસણી કરાઈ હતી. દરમિયાન આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે એટલે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ફોર્મ પરત ખેંચવા માટે અંદર ખાતે શામ દામ દંડની નિતી અપનાવાશે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઉમેદવારો ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. મતદારોને રીઝવવા ડોર ટુ ડોરનો પ્રચાર કરાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવશે. 

રાપર તાલુકામાં ૧૭ પૈકી ૭ ફોર્મ રદ કરવામાં આવ્યા

આજે રાપર મામલતદાર કચેરી ખાતે આવેલા રાપર એરિયા ડેવલોપમેન્ટ ઓાથોરીટી ખાતે ચૂંટણી અિધકારી કિરણસિંહ વાઘેલાએ રાપર તાલુકાની પાંચ જિલ્લા પંચાયતની બેઠક ઉભેલા ઉમેદવારના ફોર્મ ચકાસણી હાથ ધરી હતી. જેમાં, પાંચ બેઠકો પર ૧૭ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી સાત ફોર્મ રદ થયા હતા. આ તમામ પાંચ બેઠકો પર સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. તો રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૪ તાલુકા પંચાયતનીે બેઠક પર ઉમેદવાર ફોર્મ ભર્યા હતા. જેની ચકાસણી તાલુકા વિકાસ અિધકારી આર.કે.રાઠવા તેમજ નાયબ મામલતદાર વિગેરેએ કરી હતી. તાલુકા પંચાયતની પાંચ બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે અને દસ બેઠકો સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. તો રાપર મામલતદાર કચેરી હસ્તેની દસ બેઠકો પરના ઉમેદવારની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર સહિતના અિધકારીઓએ ફોર્મ ચકાસ્યા હતા.

સરાડા બાદ માનકૂવા અને ડગાળામાં પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ

૨૮ ફેબુ્રઆરીએ યોજાનાર સૃથાનિક સ્વરાજયની ચૂંટણીનો જંગ હવે ધીરે ધીરે જામશે. એકતરફ આજે ફોર્મ ચકાસણી દરમિયાન ભુજ તાલુકાના દિનારા જિલ્લા પંચાયતની સીટના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયુ હતુ તો બીજીતરફ કચ્છમાં ભાજપે વધુ બે બેઠક કબ્જે કરી લીધી છે.  ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભુજ તાલુકા પંચાયતની સરાડા સીટ પર કોઈ જ ઉમેદવારી નહીં નોંધાવતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા તો આજે ભુજ તાલુકા પંચાયતની ડગાળા અને માનકુવા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા.  માનકુવામાં પણ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ હતુ પરિણામે મંજુલાબેન ભંડેરી બિનહરીફ થયા હતા તો બીજીતરફ ડગાળા બેઠક પર પણ ડાયાભાઈ આહિર બિનહરીફ થયા હતા. આમ, અત્યાર સુાધી સરાડા, ડગાળા અને માનકુવા મળી કુલ ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. 

દિનારા જિ.પં.ની સીટ પર માતાનું ફોર્મ રદ થતા દીકરી ચૂંટણી લડશે

બે દિવસ પૂર્વે ભુજ નગર-પાલિકામાં ભાજપના કાઉન્સીલરો બિનહરીફ થયા બાદ આજે ફોર્મ ચકાસણીના રોજ ભુજ તાલુકાની દિનારા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયુ હતુ. સૃથાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં દિનારા બેઠક પર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારના ત્રણ બાળકો સામે વિપક્ષ કોંગ્રેસે વાંધો લેતા ભાજપના ઉમેદવારનું ફોર્મ કરવામાં આવ્યુ હતુ.ભુજ તાલુકાની દિનારા જિલ્લા પંચાયત બેઠક સામાન્ય સ્ત્રી અનામત છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી ગત ટર્મના જિલ્લા પંચાયત સદસ્ય રહેલા રસીદ સમાના પત્ની મરીયાબાઈએ ઉમેદવારી નોંધાવી છે. તો ભાજપ તરફાથી મરીયાબાઈ મામદ સમાએ ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન, આજે ફોર્મ ચકાસણીના રોજ આજે વિપક્ષ દ્વારા ભાજપના ઉમેદવારના ૨થી વધુ બાળકો હોવાનો વાંધો ઉઠાવાયો હતો. ચૂંટણી અિધકારી દ્વારા વાંધા અરજી સાંભળી તલાટી દિનારા પાસેાથી જન્મ મરણના અસલ રેકર્ડની ખરાઈ કરતા ઉમેદવારના ૬ બાળકો હોવાની વિગતો બહાર આવી હતી.  જેાથી, ચૂંટણી અિધકારી દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યુ હતુ. ભાજપના ઉમેદવારને પક્ષે મેન્ડેટ આપીને ઉમેદવારી કરાવી હતી.જો કે, ભાજપના ઉમેદવાર મરીયાબાઈ મામદ સમા સાથે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ તેની પુત્રી નિયામતબેનનો ફોર્મ માન્ય રહેતા દિનારા બેઠક બિનહરીફ થતા બચી ગઈ હતી. એટલે કોંગ્રેસને દિનારા બેઠક બિનહરીફ મળી નાથી. પરંતુ, ફોર્મ રદ થતા પચ્છમ વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pp07oH

0 Response to "આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસઃ કચ્છમાં પણ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel