કોંગ્રેસના એકમાત્ર ઉમેદવારનું ફોર્મ રદ થતા ભુજ વોર્ડ નં.૯ સંપૂર્ણ બિનહરીફ
ભુજ,સોમવાર
ચૂંટણી યોજાય તે પૂર્વે જ ભાજપનું જીતનું ખાતુ ખુલી ગયુ છે. ત્રણ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા બાદ આજે ભુજમાં વોર્ડ નં.૯ સંપૂર્ણ બિનહરીફ થયુ હતુ. કોંગ્રેસ પેનલના એકમાત્ર બચેલા ઉમેદવારનું ફોર્મ માન્ય ન રહેતા ભાજપ વોર્ડ નં.૯ના તમામ સભ્યો બિનહરીફ થયા હતા. થોડા જ દિવસ પૂર્વે ભુજ વોર્ડ નં.૯ ની બેઠક પર કોંગ્રેસ તરફાથી ઉમેદવારી ફોર્મ ન ભરાતા બે મહિલા સદસ્યા બિનહરીફ વિજેતા થયા હતા. ત્યારે, આજે ફોર્મ ચકાસણી દરમિયાન એક માત્ર બચેલા ઉમેદવાર જયેશ ઠકકરનું ફોર્મ માન્ય ન રહેતા ભાજપ વોર્ડ નં. ૯ માં પ્રાથમ વખત ચૂંટણી લડી રહેલા સાત્વીકદાન મહેશદાન ગઢવી અને પૂર્વ પાલિકાના પ્રમુખ બાપાલાલના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસની એક યાદીમાં જણાવ્યાનુસાર ભાજપના ઈશારે વોર્ડ નં.૯ના સભ્યનું અપહરણ કરી ઉમેદવારીપત્ર ભરવાથી વંચિત રખાયા હતા. કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકારવાની ચિમકી આપી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bdt9Co
0 Response to "કોંગ્રેસના એકમાત્ર ઉમેદવારનું ફોર્મ રદ થતા ભુજ વોર્ડ નં.૯ સંપૂર્ણ બિનહરીફ"
Post a Comment