આજે વણજોયું મુહૂર્ત: વસંત પંચમીએ અનેક યુગલો સપ્તપદીના વચને બંધાશે

આજે વણજોયું મુહૂર્ત: વસંત પંચમીએ અનેક યુગલો સપ્તપદીના વચને બંધાશે

ભુજ,સોમવાર

વસંત પચંમીના આગમન  સાથે લગ્ન પ્રસંગની શરણાઈઓ ગુંજી ઉઠશે. આ દિવસ શુભ અને વણજોયુ મુર્હુત તીરકે ગણાય છે. શુક્રનો અસ્ત અને હોળાષ્ટક અને મીનારક કમુરતાના પગલે ત્રણ મહિના દરમિયાન લગ્ન પ્રસંગનું આજે અંતિમ મુર્હુત છે.

કોરોનાના કેસ હવે ધીમે ધીમે ઘટવા માંડયા છે ત્યારે કોરોનાના લીધે જે પરિવારોએ લગ્ન લંબાવ્યા હતા તેઓ પણ આ મુર્હુતમાં લગ્ન કરી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્રનો અસ્ત હોવાથી તેમજ હોળાષ્ટક અને મીનારક કમુરતાને લીધે ત્રણ મહિના દરમિયાન લગ્ન પ્રસંગનું આજે અંતિમ મુર્હુત છે. કચ્છમાં લગ્ન પ્રસંગને પગલે ઘણા પરિવારોએ અગાઉાથી જ હોટલ અને વાડી બુક કરાવી દીધી હતી.

યુવા હૈયાઓ માટે વેલેન્ટાઈન ડેનું વિશેષ મહત્વ રહેલું છે. ૧૪મી ફેબુ્રઆરીએ લગ્નનું મુર્હુત ન હોવા છતાં અનેક યુગલોએ એ દિવસે સંગીત સંધ્યા, ડીજે ડાન્સના આયોજન કરી વસંત પચંમીએ અનેક યુગલો સપ્તપદીના વંચને બંધાશે.

ઘણા મહિનાઓ પછી વેડીંગ ઈવેન્ટ કંપની માટે કમાણીની મોસમ ખીલી છે. થોડા સમય પહેલાં પ્રસંગો દરમિયાન મહેમાનોની સંખ્યામાં વાધારો થતાં હવે અનેક પરિવારો દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજી રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OHdzHL

0 Response to "આજે વણજોયું મુહૂર્ત: વસંત પંચમીએ અનેક યુગલો સપ્તપદીના વચને બંધાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel