સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતા કચ્છીઓ સોનું ખરીદી શુકન સાચવશે
ભુજ, સોમવાર
વૈશ્વિક મહામારીના પગલે આઠ-દસ માસ સુાધી લોકોના તમામ ધંધા વ્યાપાર ઠપ્પ થઈ ગયા હોઈ આવકમાં પણ કાપ મુકાતા આિાર્થક હાલત કફોડી થવા પામી હતી. ધંધાર્થીઓ ઘરાકીની રાહ જોઈ બેસવું પડે એવી સિૃથતી સર્જાવા પામી હતી. પરંતુ હાલમાં તમામ ક્ષેત્રે તેજીની શરૃઆત થઈ છે. ત્યારે સોના-ચાંદીના ભાવ ઘટતા અને સોના પરાથી ડયુટીમાં તેમજ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના-ચાંદીની ભાવ ઓછા થતા કચ્છની સોની બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. તેમજ લગ્નસરાની સીઝન શરૃ થતા લગ્ન પ્રસંગે સોનું દઈ શકન સાચવવામાં માનતા કચ્છીઓ સોનું-ચાંદીની ખરીદી કરી રહ્યા છે. તે જોતા મંદી પણ હવે ભુતકાળ બની જાય તો નવાઈ નહી એવી સિૃથતી સર્જાઈ છે.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ લોકડાઉન બાદ અનલોક શરૃ થવા સાથે સોના-ચાંદીના ભાવમાં થતો સતત વાધારો થતા લોકો ખરીદી કરવાનું ટાળી રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે બજેટમાં સોના ઉપરની ડયુટીમાં ઘટાડો તેમજ ઈન્ટરનેશનલ બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા એકસમયે ૫૦ હજારાથી બહાર ગયેલા ભાવ હાલમાં ૫૦ હજારની અંદર આવી ગયા છે. તેમજ લગ્નની સીઝન પણ શરૃ થઈ છે. જેાથી સોના-ચાંદીના ખરીદારોની સંખ્યા વાધી રહી છે. વધુ વિગતે અનુભવીઓના મતે આગામી સમયમાં સોનાના દામ વાધે તેવી શક્યતા સેવાઈ રહી છે. એક તબક્કે સુમસામ ભાસતી જિલ્લામાથક ભુજ સહિતના જિલ્લાના સોની બજારમાં લોકો સોનું ખરીદવાના બદલે વહેંચવા માટે આવતા હતા. લોકડાઉનમાં આિાર્થક મુશ્કેલીમાં મુકાયેલા લોકો સોનું વેચી પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા લાગ્યા હતા. પરંતુ હાલમાં બજેટ બાદ સોનામાં નરમાશ આવતા લોકો સોનું ખરીદી રહ્યા હોવાનું ધંધાર્થીઓ જણાવી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3baDL4V
0 Response to "સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતા કચ્છીઓ સોનું ખરીદી શુકન સાચવશે"
Post a Comment