રામ જન્મભૂમિ મંદિર માટે એક કરોડનું અનુદાન અપાયું

રામ જન્મભૂમિ મંદિર માટે એક કરોડનું અનુદાન અપાયું

આણંદપર(યક્ષ)તા.૧૪

કચ્છ કડવા પાટીદાર સતપાથ સનાતન સમાજના ભારતભરમાં રહેતા અનુયાયીઓ દ્વારા ભગવાન રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે રામ જન્મ ભૂમિ ટ્રસ્ટના કોસાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજને   પૂ.જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજ પ્રેરણાપીઠ પીરાણાના અધ્યક્ષ સૃથાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં,રૃપિયા એક કરોડ ની નિિધ નો ચેક સ્વીકારવામાં આવ્યો હતો. ગુજરાત સાથે કચ્છ અને પુરા ભારત ભરમાં રહેતા સતપાથ સંપ્રદાયના પાટીદાર સમાજ દ્વારા ફંડ એકઠું કરી રામ જન્મભૂમિ ટ્રસ્ટને સુપ્રત કરાયું હતું અને હજુ જરૃર પડશે ત્યારે સતપાથીઓ તન મન અને ધન થી સાથે રહેશે તેમ જણાવાયુ હતુ. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ સાધુ સંતો ઉપસિૃથત રહ્યા હતા.

 અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો સ્વેચ્છાએ દાનનો પ્રવાહ વહાવી રહ્યા છે જેમાં કચ્છ કડવા પાટીદાર સતપાથ સનાતન સમાજે  એક કરોડ રૃપિયાનું માતબર યોગદાન આપ્યું છે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rYa8ux

0 Response to "રામ જન્મભૂમિ મંદિર માટે એક કરોડનું અનુદાન અપાયું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel