ખેડા ટોલ બુથ પર લોકો પાસેથી વધુ ટોલટેક્ષ વસૂલાતો હોવાની બૂમ

ખેડા ટોલ બુથ પર લોકો પાસેથી વધુ ટોલટેક્ષ વસૂલાતો હોવાની બૂમ


નડિયાદ, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

ખેડા ટોલબુથ ઉપર સ્થાનિકો પાસેથી ભારે ટોલટેક્ષ વસુલી કરાતી હોવાની બૂમો ઉઠી છે. રાત્રીના સમયે કે વહેલી સવારે લેન પર રેડ સિગ્નલ અને કેબીનમાં કર્મચારી ન હોવાના કારણે ફરજીયાત પણે વાહનચાલકોેને ફાસ્ટટેગ લેનમાં જવુ પડ છે.આ દાંડી માર્ગને ટેક્ષમાંથી મૂક્તિ આપવા લોક માંગ ઉઠી છે.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરજીયાત  ફાસ્ટટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે.જે અનુસંઘાને ખેડાના રઘવાણજ ટોલબુથ ઉપર પણ દરેક નાગરિકો પાસેથી ટોલવસુલ કરવામાં આવી રહ્યો છે.ટોલબુથ ઉપરના વહીવટદારો દ્વારા સ્થાનિકો માટેની સુવિધા અંગે કોઇ જાણકારી આપ્યા વગર અરાજકતા ફેલાવી છે. ખેડા શહેર થી જિલ્લાના વડા  મથક નડિયાદ કામ અર્થે જતા સ્થાનિક નાગરિકો પાસેથી રૂા.૧૭૦ નો ટોલવસુલ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર ટોલબુથ પર દસ્તાવેજી પૂરાવા રજૂ કરીને પણ ટોલટેક્ષની બારી ઉપર બેઠેલ કર્મચારી કોઇ વાત સંભાળતા નથી.વળી આ કર્મચારીઓ દ્વારા સ્થાનિક નાગરિકો સાથે ઉધત વર્તન કરતા હોવાનુ પણ રોષ પૂર્વક જણાવ્યુ હતુ.તેમજ રાતના સમયે કે વહેલી સવારે અન્ય લાઇનો પર રેડ સિગ્નલ હોય છે,અને કેબીનમાં કોઇ કર્મચારી હાજર હોતા નથી જેથી ફરજીયાત પણે ફાસ્ટટેગની લાઇનમાંથી પસાર થવુ પડે છે.

આ રોડ અગાઉ દાંડી માર્ગના હેરીટેજ ઐતિહાસિકતા સાથે કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયો હતો.અંગ્રેજો ના ખોટા કરવેરાની વિરુધ્ધની ચળવળનો ભાગ છે,અત્યારે આ માર્ગ ઉપર ટોલ ટેક્ષ વસુલાય તે આઝાદી ના ઇતિહાસ ઉપર કલંક હોવાનુ સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે. સરકાર દ્વારા દાંડી કૂચ માર્ગને ટેક્ષમાંથી મૂક્તિ આપવામાં આવે તેવી  લોક માંગ ઉઠી છે.વળી જિલ્લાના અને તાલુકાના નાગરિકોને પણ જવા આવવા માટે મૂક્તિ આપવા માંગણી પ્રવર્તિ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3avroBo

0 Response to "ખેડા ટોલ બુથ પર લોકો પાસેથી વધુ ટોલટેક્ષ વસૂલાતો હોવાની બૂમ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel