ચૂંટણીના માહોલ વચ્ચે આણંદ જિલ્લામાં કોરોનાના 6 કેસ નોંધાયા

ચૂંટણીના માહોલ વચ્ચે આણંદ જિલ્લામાં કોરોનાના 6 કેસ નોંધાયા


આણંદ,તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

ફેબુ્રઆરી માસના પ્રારંભથી જ આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવા પામ્યું છે અને ફેબુ્રઆરી માસના દિવસોમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક પ્રતિદિન માત્ર એક ડીજીટમાં નોંધાયો છે. એક તરફ વહીવટી તંત્ર  સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે જિલ્લામાં આજે કોરોનાના ૬ કેસો નોંધાયા હતા.

છેલ્લા એક માસથી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટતા આરોગ્ય વિભાગે પણ હાશકારો અનુભવ્યો છે. સોમવારે ૩ અને મંગળવારે ૨ પોઝીટીવ કેસ નોંધાયા બાદ બુધવારે જિલ્લામાંથી ૫ પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. જો કે આ તમામ ૫ પોઝીટીવ કેસ આણંદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે નોંધાયેલ ૫ કેસોમાં આણંદ પાસેના વિદ્યાનગર, જીટોડીયા, લાંભવેલની તુલીપ વૃંદ, જીટોડીયા રોડ ઉપરના વૃંદાવન પાર્ક તથા ખાંધલી ગામેથી કોરોના પોઝીટીવ કેસનો સમાવેશ થાય છે.બુધવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૭૮૦૯૧ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૫૮૮ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. 

જે પૈકી હાલ ૨૧ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧ બાયપેપ, ૩ દર્દી ઓક્સિજન ઉપર અને ૧૭ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OUC9oN

0 Response to "ચૂંટણીના માહોલ વચ્ચે આણંદ જિલ્લામાં કોરોનાના 6 કેસ નોંધાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel