ખેડા જિલ્લામાં કોરોના વકર્યો ગુરૂવારે કુલ આઠ કેસ નોંધાયા
નડિયાદ, તા.18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
ખેડા જિલ્લામાં કોરોનાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.બુધવારની સરખામણી આજે વધુ એક કેસ નોધાયો છે.જિલ્લામાં આજે નડિયાદમાં સાત અને કઠલાલમાં એક કેસ મળી કુલ-આઠ કોરોનાના કેસો નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા ૯ મહિનામાં મળેલા કુલ કેસોનો આંકડો ૩,૧૫૫ પર પહોંચ્યો છે.
જિલ્લામાં આજે કુલ-૮૨ સેમ્પલ લેવામાં આવ્યા છે.આજે જાહેર થયેલ યાદી મુજબ જિલ્લાની બે કોવિડ હોસ્પિટલોમાં ૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે.
બાયપેપ પર એક,બે દર્દી ઓક્સિજન પર જ્યારે ૧૯ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે.આજે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા પ્રમાણે પુરુષ ઉં.વ.૫૯ કલેકટર બંગ્લોઝ નડિયાદ,પુરુષ ઉં. વ. ૫૮ ડી.ડી.ઓ બંગ્લોઝ નડિયાદ,પુરુષ ઉં.વ.૪૯ ડભાણ તા.નડિયાદ,પુરુષ ઉં.વ.૬૨ જે કે પાર્ક નડિયાદ,કિશોર ઉં.વ.૧૬ નવોદય વિદ્યાલય કઠલાલ,મહિલા ઉં.વ.૫૮ કલેકટર બંગ્લોઝ નડિયાદ,પુરુષ ઉં.વ.૬૭ કુમકુમ નગર સોસાયટી નડિયાદ,પુરુષ ઉં.વ.૩૦ વડતાલ કરોલી રોડ પટેલ વાડી પાસે કેસ નોંધાયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bldWzg
0 Response to "ખેડા જિલ્લામાં કોરોના વકર્યો ગુરૂવારે કુલ આઠ કેસ નોંધાયા"
Post a Comment