આણંદ જિલ્લાના વાતાવરણમાં એકાએેક પલટો આવતા ઠેર ઠેર વાદળો છવાયાં

આણંદ જિલ્લાના વાતાવરણમાં એકાએેક પલટો આવતા ઠેર ઠેર વાદળો છવાયાં


આણંદ,તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરુવાર

અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવનો ફુંકાતા દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ માવઠાની સંભાવના છે ત્યારે આજે આણંદ જિલ્લાના  વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને સૂર્યદેવતા અને વાદળો વચ્ચે સંતાકૂકડીનો ખેલ ચાલતો હોય તેવુ ચિત્ર આકાશમાં દેખાયું હતું. જો કે હાલ આણંદ જિલ્લામાં વરસાદની કોઈ સંભાવના ન હોવાનું હવામાન વિભાગ સૂત્રો દ્વારા જણાવાયું છે.

રાજ્યભરમાં શિયાળાની  વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આણંદ જિલ્લામાં પણ ગત સપ્તાહે શિયાળાની વિદાય સાથે ઉનાળાના પગરવ મંડાઈ રહ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તેમાંય છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો નોંધાતા ૩૦.૦ ડિ.સે. ઉપર જતા બપોરના સુમારે ગરમીનો અહેસાસ થયો હતો. જો કે અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફુંકાતા દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ શુક્રવારે હળવો વરસાદ થઈ શકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે ત્યારે આણંદ જિલ્લામાં આજે સવારથી જ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આકાશમાં વાદળો છવાતા લઘુત્તમ તાપમાન નીચુ ગયું હતું. વાદળછાયા વાતાવરણને લઈ વહેલી સવારે આંશિક ઠંડીનો અનુભવ થયો હતો. તો બપોરના સુમારે પણ વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરૂવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૧.૦ ડિ.સે., લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૨૨.૮ ડિ.સે. નોંધાયું  હતુ. 

જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા, પવનની ઝડપ ૧.૬ કી.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૯.૯ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાતા ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી છે ત્યારે આણંદ જિલ્લામાં હાલ કમોસમી વરસાદની કોઈ સંભાવના ન હોવાનું યુનિ.ના હવામાન વિભાગ સૂત્રોએ જણાવ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZAzORD

0 Response to "આણંદ જિલ્લાના વાતાવરણમાં એકાએેક પલટો આવતા ઠેર ઠેર વાદળો છવાયાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel