પાલનપુર-ડીસા-ભાભર શહેરના ૧૪ અતિસંવેદનશીલ બુથ પર સઘન સુરક્ષા
પાલનપુર,તા.21
બનાસકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સામાન્ય બે નગરપાલિકા તેંમજ બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ માહોલમાં સંપન્ન થાય અને ચૂંટણી પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ વિભાગ દ્રારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં પાંચ નગરપાલિકા અને એક તાલુકા પંચાયત બેઠકના ૧૪ અતિસંવેદન સીલ બુથ પર મતદારો નિર્ભય બની મતદાન કરી શકે તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી છે.
અતિસંવેદન સીલ અને સંવેદનસિલ ૪૦ બુથો પર કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સુરક્ષા જવાનો તૈનાત કરાશે
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય તેમજ થરા અને ધાનેરા નગરપાલિકાની ત્રણ બેઠક અને કાંકરેજ તેમજ દાંતીવાડા તાલુકા પંચાયતની એક-એક બેઠકની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક રીતે યોજાય અને મતદારો નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી કરી દેવામાં આવી છે. તેમજ ચૂંટણી પ્રકિયા દરમ્યાન મતદાન મથકો પર કાયદા વ્યવસ્થાની જાળવણી માટે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામા આવી છે જેમાં પાલનપુરના ૬,ડીસાના ૫, ભાભરના ૨ તેમજ મોટી મહુડીના ૧ મળીને ફૂલ ૧૪ અતિસંવેદન સિલ બુથ પર હથિયારી પોલીસ, એસઆરપી અને હોમગાર્ડ જવાના તૈનાત કરવામાં આવશે જ્યારે પાલનપુરના ૬, ડીસાના ૧૬, ભાભરના ૨, મોટી મહુડીના અને ધાનેરાના ૧-૧ મળીને ૨૬ સંવેદન સીલ બુથો પર પણ કાયદા વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ અને હોમગાર્ડ જવાનો ખડેપગે ફરજ માટે તૈનાત કરવામાં આવનાર છે. આમ બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને મતદારો નિર્ભય બની પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ વિભાગ દ્રારા સઘન સૂરક્ષા સજ્જ કરવામાં આવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NtuFbF
0 Response to "પાલનપુર-ડીસા-ભાભર શહેરના ૧૪ અતિસંવેદનશીલ બુથ પર સઘન સુરક્ષા"
Post a Comment