પાલનપુર કલેકટર કચેરી આગળ દંપતિનો આત્મવિલોપનનો પ્રયાસ
પાલનપુર તા.19 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
વડગામ તાલુકાના પરખડી ગામના એક પરિવારની યુવતીનું અપહરણ કરી તેને જુદીજુદી જગ્યાએ ગોંધી રાખવામાં આવી હોવા છતાં વડગામ પોલીસ દ્રારા અપહરણ કારોની ચુંગાલમાંથી અપહૃત યુવતી ને મુક્ત કરાવવામાં ન આવતા અપહૃત યુવતીના માતા-પિતા એ બે દિવસ અગાઉ પોતાની પુત્રીને પરત લાવવાની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યુ હતું .જેમાં બે દિવસમાં તેમને ન્યાય નહિ મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી તેમ છતાં આ પરિવારને ન્યાય ન મળતા આખરે પીડિત દંપતી પેટ્રોલ ની બોટલ સાથે પાલનપુર કલેકટર કચેરી આવી પહોંચ્યું હતું જતા શરીર પર પેટ્રોલ છાંટવાનો પ્રયાસ કરતા અહીં હાજર સૂરક્ષા કર્મીઓએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દંપતીને ઝડપી પાડી તેમને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
વડગામના પરખડી ગામેં એક માસ અગાઉ એક બ્રાહ્મણ પરીવારની યુવતીનું અપહરણ કરાયું હતું જે મામલે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા છતાં પોલીસ દ્રારા અપહૃત યુવતીને શોધી કાઢવામાં ન આવતા પરીવાર દ્રારા આત્મવિલોપનની ચીમકી અપાઈ હતી .જેમાં પાલનપુર તાલુકાના અસ્માપુરા ગામનો અરવિંદસિંહ વખતસિંહ રાણા નામનો શખ્સ આ પરીવારની યુવતી નું અપહરણ કરી તેને જુદીજુદી જગ્યાએ ગોંધી રાખી હોઈ અપહૃત યુવતીને જીવનું જોખમ હોઈ પરીવારે વડગામ પોલીસને અપહૃત યુવતી ને જ્યા રખાઈ હતી.
તે જગ્યાનું લોકેશન આપવા છતાં પોલિસ દ્રારા યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં ન આવતા અને અપહરણ કરનારા લોકો દ્રારા યુવતીના પરીવાર ને ધાકધમકીઓ આપવામાં આવતી હોઈ આ પીડિત પરિવારે પોતાની પુત્રીને બે દિવસમાં મુક્ત કરાવવા માટે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું હતું .તેમજ ન્યાય નહિ મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ અપાઈ હતી .તેમ છતાં પરિવારને ન્યાય ન મળતા આખરે અપહૃત યુવતીના માતા-પિતા શુક્રવારે આત્મવિલોપન કરવા માટે પેટ્રોલની બોટલ સાથે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં આ દંપતી આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા જ ફરજ પરના સુરક્ષા કર્મીઓએ દંપતી સાથે ઝપાઝપી કરીને પેટ્રોલ ભરેલી બોટલ ઝુંટવી લીધી હતી.અને બન્ને પતિ -પત્નીને પોલીસવાન મારફતે પશ્ચિમ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ સાથેની ઝપાઝપીમાં દંપતી ઢળી પડયું
અપહૃત પુત્રીને પરત લાવવા માં પોલીસ તંત્ર નિષ્ફળ જતા પરખડીનું દંપતી પેટ્રોલ સાથે કલેકટર કચેરી આવી પહોંચ્યું હતું જ્યાં તેનો આત્મવિલોપન કરે એ પહેલાં પોલીસે તેમના પાસે રહેલ પેટ્રોલની બોટલ ઝુંટવી લેવાનો પ્રયાસ કરતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં અપહૃત યુવતીની માતા પોલીસ વાન નીચે ઠળી પડી હતી જ્યારે પિતાને ચક્કર આવતા તે પોલીસ વાનની સીટમાં સૂઈ ગયા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pC7JUH
0 Response to "પાલનપુર કલેકટર કચેરી આગળ દંપતિનો આત્મવિલોપનનો પ્રયાસ"
Post a Comment