સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારના ઉપયોગ કરવા મતદારોને અનુરોધ
સુરેન્દ્રનગર, તા. 20 ફેબ્રુઆરી, 2021, શનિવાર
સુરેન્દ્રનગર જીલ્લાના નોડલ અધિકારી, સ્થાનીક સ્વરાજ્ય ચુંટણી અને લાયઝન અધિકારી-સ્વીપે સંયુક્ત અખબારી યાદી દ્વારા સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં સુરેન્દ્રનગર જીલ્લાના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવાં અનુરોધ કર્યો હતો.
જે મુજબ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં નગરપાલિકા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીઓનું મતદાન આગામી તા.૨૮-૦૨-૨૦૨૧ના રોજ યોજાનાર છે.
જે અંતર્ગત નગરપાલિકાની ચુંટણીમાં દરેક મતદાર પોતાના વોર્ડમાં વધુમાં વધુ ચાર મત આપી શકે છે મતદારે ઈવીએમમાં પોતાની પસંદના ચાર ઉમેદવાર અથવા ચાર પૈકી જેટલા ઉમેદવારોને મત આપવાનો હોય તેમના નામ સામેના ભુરા (વાદળી) બટન વારાફરતી દબાવવાના રહેશે. એક ઉમેદવારની સામેનું બટન દબાવવાથી તેની બાજુમાં લાલ લાઈટ થશે. લાલ લાઈટ થાય ત્યારબાદ જ બીજા ઉમેદવાર સામેનું બટન દબાવવાનું રહેશે. વધુમાં વધુ ચાર ઉમેદવાર સામેના બટન દબાવ્યા બાદ સૌથી છેલ્લે પીળા રંગનું રજીસ્ટર બટન દબાવવું અનિવાર્ય છે મતદારનો મત પીળા રંગના રજીસ્ટર બટન દબાવ્યા પછી જ નોંધાશે કોઈપણ ઉમેદવારને મત ન આપવો હોય તો મતદાર નોટા વિકલ્પ (ઉપર પૈકી કોઈ નહિં) નો ઉપયોગ પણ કરી શકે છે જો મતદાર કોઈપણ ઉમેદવારનું અથવા નોટા વિકલ્પનું બટન દબાવી દે પછી જો પસંદગી બદલવા માંગે તો તે દબાવેલ બટન ફરીથી દબાવી પસંદગી રદ્દ કરી શકે છે અને નવેસરથી પસંદગી કરી શકે છે આ પ્રક્રિયા રજીસ્ટરનું પીળું બટન દબાવ્યા પહેલા જ કરી શકાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uiGKkQ
0 Response to "સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારના ઉપયોગ કરવા મતદારોને અનુરોધ"
Post a Comment