રૂપિયાની ઉઘરાણીના મામલે યુવાનનું અપહરણ કરી માર્યો

રૂપિયાની ઉઘરાણીના મામલે યુવાનનું અપહરણ કરી માર્યો


મોરબી, તા. 20 ફેબ્રુઆરી, 2021, શનિવાર

મોરબીના રેલ્વે સ્ટેશન જીન વિસીપરા વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી મામલે ચાર શખ્શોએ યુવાનને માર મારી ધમકી આપી તેમજ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે   મોરબીના વિસીપરા કુલીનગરના રહેવાસી સુનીલભાઈ ભરતભાઈ અગેચણીયા (ઉ.વ.૨૨) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને સદામ ખલીફા પાસેથી હાથ ઉછીના રૂ ૧૪ હજાર લીધેલ હોય જેમાં ૬૦૦૦ પરત આપવાના બાકી હોય જે રૂપિયાની ઉઘરાણી મામલે આરોપી સદામ ખલીફા (રહે ટંકારા છાપરી), બુિધયો (રહે સિપાઈવાસ મોરબી), ઉસ્માન ગની (રહે ટંકારા છાપરી) અને વસીમ ઉર્ફે ભાણો (રહે ટંકારા છાપરી) એ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટું માર મારી એકટીવા બાઈકમાં બેસાડી બળજબરીથી ટંકારા નજીક અવાવરૂ જગ્યાએ લઈને જઈને પૈસા કઢાવવાની કોશિશ કરી છરી વડે ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન પોલીસે યુવાનની ફરિયાદને આધારે ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k86BHf

0 Response to "રૂપિયાની ઉઘરાણીના મામલે યુવાનનું અપહરણ કરી માર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel