આજીવન કારાવાસ ભોગવતા બે કેદીઓએ રામમંદિરમાં ફાળો આપ્યો

આજીવન કારાવાસ ભોગવતા બે કેદીઓએ રામમંદિરમાં ફાળો આપ્યો

મહેસાણા તા.22

શ્રી રામ જન્મભુમિ અયોધ્યામાં વર્ષ ૧૯૯૨માં કરવામાં આવેલ કારસેવામાં ભાગ લેનાર અને હાલમાં મહેસાણાની જિલ્લા જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા અમદાવાદના બે કેદીઓએ નિર્માણ પામનાર રામમંદિર માટે પોતાના પગારની રકમમાંથી બચત કરીને રૂ.૧૧-૧૧ હજારનો ફાળો આપીને કંઇક કરી છુપ્યાનો અહેસાસ કર્યો છે. 

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સચીન નગીનદાસ મોદી અને ચાંદખેડાના જયેશ બાબુલાલ શ્રીમાળી ૧૯૯૨થી રામ સેવા સમિતિના કાર્યકર રહ્યા છે. બન્ને ભગવાન રમ પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવતા હોવાથી ૨૦૦૨ની સાલમાં રામજન્મભુમિ અયોધ્યામાં થયેલ કારસેવામાં પણ પહોંચ્યા હતા. ત્યાંથી રેલવેમાં પરત ફરતી વખતે ગોધરામાં સર્જાયેલી ધ બર્નિગ ટ્રેનની ઘટના તેમણે નિહાળી હતી. સંજોગોવસ્તત સચીન મોદી અને જયેશ શ્રીમાળીને હત્યાના કેસમાં આજીવીન કેદની સર્જા થઈ હતી. જેમાં છેલ્લા ૧૬ વર્ષથી તેઓ જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે. હાલ આ બન્ને કેદીઓને મહેસાણા ખાતે આવેલ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા છે. દરમિયાન સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હોવાથી આ બન્ને કેદીઓના મનમાં રામમંદિરના નિર્માણમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યથાશક્તિ ફાળો આપવાનો વિચાર સ્ફુર્યો હતો. જેલમાં તેમણે કરેલા કામ બદલ આપવામાં આવતા પગારમાંથી બચત કરીને સચીન મોદી અને જયેશ શ્રીમાળીએ રૂ.૧૧-૧૧ની રકમનો ચેક રામમંદિરના નિર્માણ કાર્ય માટે અર્પણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3unbIYN

0 Response to "આજીવન કારાવાસ ભોગવતા બે કેદીઓએ રામમંદિરમાં ફાળો આપ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel