મુખ્યમંત્રીના હેલિકોપ્ટર પ્રવાસ ખર્ચ કોના શિરે? : પંચમાં ફરિયાદ

મુખ્યમંત્રીના હેલિકોપ્ટર પ્રવાસ ખર્ચ કોના શિરે? : પંચમાં ફરિયાદ


અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ હતું. કોરોનાનેમ્હાત આપી રૂપાણી મતદાન કરવા હેલિકોપ્ટરમાં રાજકોટ પહોંચ્યાં હતાં. ચૂંટણી દરમિયાન સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરતાં કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. 

આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારો નિરસ રહ્યાં હતાં. ઓછા મતદાનને લીધે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપવી પડી હતી જેના લીધે ભાજપના નેતાઓએ મતદાન કેન્દ્રો પર દોડતાં થયા હતાં. આ તરફ,કોંગ્રેસે સૂચના આપી હતીકે, છેલ્લા કલાકમાં બોગસ મતદાન ન થાય તે માટે ધ્યાન રાખવું જેના કારણે કોંગ્રેસના કાર્યકરો એ મતદાન કેન્દ્રો પર અડિંગા જમાવી દીધા હતાં. 

કોંગ્રેસે ચૂંટણીપંચમાં એવી ફરિયાદ કરી હતીકે, મુખ્યમંત્રી ચૂંટણી વખતે હેલિકોપ્ટર જેવા સરકારી સાધનોનો ઉપયોગ કરે છે જેથી હેલિકોપ્ટર પ્રવાસનો ખર્ચ મુખ્યમંત્રીના અંગત ખર્ચમાં ગણવામાં આવે. 

આજે મકતમપુરા,અસારવા અને લાંભામાં ઇવીએમ ખોટકાઇ જતાં મતદાન અટકી પડયુ હતુ કોંગ્રેસે ચૂંટણીપંચને ફરિયાદ કરી કે,વટવામાં નાસીર મુલ્લા અને મુન્ના સહિતના માથાભારે વ્યક્તિઓએ મતદારોને મતદાન કેન્દ્ર સુધી જવા દીધા ન હતાં અને મતદાન કરતાં અટકાવ્યાં હતાં. વટવામાં શીતલ ગૌરવ કેન્દ્ર અને ઘોડાસરમાં કોગ્રેસના એજન્ટને મતદાન કેન્દ્રમાં જવા દેવાયા ન હતાં. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sjfznQ

0 Response to "મુખ્યમંત્રીના હેલિકોપ્ટર પ્રવાસ ખર્ચ કોના શિરે? : પંચમાં ફરિયાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel