
ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સિધ્ધસર પાસે પકડાયો
ધ્રાંગધ્રા, પાટડી, તા. 2 ફેબ્રુઆરી, 2021, મંગળવાર
સીઆઈડી ક્રાઈમ રેન્જ આઈજીની સુચનાથી સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે જીલ્લા પોલીસવડાની સુચનાથી તથા ધ્રાંગધ્રા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પડવા બજાણા પીએસઆઈ સહિતના સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલીંગ હાથધર્યું હતું.
જે દરમ્યાન બજાણા પોલીસ મથકના ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અહેમદખાન અબ્દુલખાન જતમલેક સેડલાથી સીધ્ધસર ગામ તરફ ચાલીને જઈ રહ્યો હોવાની બાતમીના આધારે ઝડપી પાડી બજાણા પોલીસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે આ રેઈડ દરમ્યાન ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા સહિત બજાણા પીએસઆઈ વી.એન.જાડેજા તેમજ સ્ટાફના સુરેશભાઈ, દિગ્વિજયસિંહ, અજયસિંહ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jnnJbX
0 Response to "ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સિધ્ધસર પાસે પકડાયો"
Post a Comment