છેતરપિંડીના ગુનામાં 18 વર્ષથી નાસતો ફરતો આરોપી અંતે પકડાયો

છેતરપિંડીના ગુનામાં 18 વર્ષથી નાસતો ફરતો આરોપી અંતે પકડાયો


બગોદરા, તા. 2 ફેબ્રુઆરી, 2021, મંગળવાર

રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી દ્વારા સમગ્ર રાજ્યમાં નાસતા ફરતાં ગુન્હેગારોને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જે દરમ્યાન અમદાવાદ રેન્જ આઈજી તથા જીલ્લા પોલીસવડાની સુચનાથી બાવળા પીઆઈ સહિતના સ્ટાફે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન બાતમીના આધારે બાવળા પોલીસ મથકના વિશ્વાસઘાતના અને છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૧૮ વર્ષથી નાસતો ફરતો આરોપી હસમુખભાઈ રતિલાલ ઠક્કર રાજકોટથી નીકળી બાવળા ખાતે આવવાનો હોય અને હાલ બાવળા સાણંદ ચોકડી ખાતે ઉભો હોય તેવી બાતમીના આધારે સર્વેલન્સ ટીમને સાથે રાખી ઝડપી પાડયો હતો અને બાવળા પોલીસ મથકે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ સમગ્ર કામગીરીમાં જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ, ધોળકા ડીવાયએસપી રીના રાઠવા સહિત બાવળા પીઆઈ આર.ડી.સગળ સહિતના સ્ટાફે સફળ કામગીરી કરી હતી.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rht2Mw

0 Response to "છેતરપિંડીના ગુનામાં 18 વર્ષથી નાસતો ફરતો આરોપી અંતે પકડાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel