
કોરોના કાળમાં ધનિકોમાં લાખો રૂપિયા ખર્ચી ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરવાનો ક્રેઝ વધ્યો
વૈશ્વિક કોરોનાની મહામારી વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટોમાં અમુક સેક્ટરોને બાદ કરતા 50 ટકા મુસાફરો મળી રહ્યા છે. ત્યારે કોરોના કાળમાં ધનિકોમાં ડોમેસ્ટિક ફ્લાઈટોમાં જવાને બદલે પ્રાઇવેટ ચાર્ટડમાં જવાનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે.
છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટડ ફ્લાઈટોની આવનજાવન વધી હોવાનું જાણવા મળ્યુ છે. અમદાવાદ એરપોર્ટ પરથી ધીમેધીમે નવી ડોમેસ્ટિક ફ્લાઇટો શરૂ થઇ રહી છે.
હાલમાં ફક્ત અમદાવાદથી પ્રતિદિન 80 ફલાઇટોની મુવમેન્ટ છે, પણ તેની સામે જોઈએ તેટલા મુસાફરો મળતાં નથી એટલે કે પેસેન્જર લોડ ફેક્ટર મળતો ન હોવાથી એરલાઇન કંપનીઓ પણ ચિંતીત છે.
બીજીતરફ હજું કોરોનાની સ્થિતી ધીમેધીમે થાળે પડતી જાય છે પણ ખાસ કરીને ધનિક પરિવારો, બિઝનેસમેન કે સેલેબ્સ કોરોના સંકમિત ન થાય તેનો ડર છે જેના કારણે તેઓ ડોમેસ્ટિક ફલાઇટમાં જવાનું પસંદ કરતા નથી.
આમ તેઓ સલામત મુસાફરી માટે ભારતના કોઇપણ ખૂણે કામકાજ અર્થે જવા માટે પોતાના સ્ટેટસ મુજબ ચાર્ટડ બુક કરાવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ત્રણ મહિનામાં 830 જેટલા ચાર્ટડ ફલાઇટોની આવનજાવન થઇ છે. જેમાં સૌથી વધુ ચાલુ જાન્યુઆરી મહિનામાં 320 ચાર્ટડ આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
ઘણાય કિસ્સામાં ઇમરન્સીમાં જનાર માલેતુજારો પ્રાઇવેટ જેટ ઉંચા ભાડા ચુકવી બુક કરાવે છે. સામાન્ય રીતે અમદાવાદથી દિલ્હી માટે જો ટર્બો ક્રોપ એરક્રાફ્ટ બુક કરાવો છો તો એક કલાકના ફલાઇંગ અવર્સ મુજબ એક થી સવા લાખ ચાર્જ થાય છે.
દિલ્હી અવરજવર કરવાના સાડા પાંચ કલાકના છ લાખની આસપાસ તેના પર 18 ટકા જીએસટી સહિત ગ્રાઉન્ડ હેન્ડલીંગ અને ટેકઓફ-લેન્ડીંગ ચાર્જ સહિત આઠ લાખ ચુકવવા પડે છે. જ્યારે જેટ એન્જીન ધરાવતા એરક્રાફ્ટ હોય તો 12 લાખથી લઇ 18 લાખ ચાર્જ ચુકવવો પડે છે તેમ છતાં ચાર્ટડ બુકિંગની ડિમાન્ડ વધી છે.
એરપોર્ટ પર કયા મહિનામાં કેટલા ચાર્ટડની મૂવમેન્ટ
નવેમ્બર 230
ડિસેમ્બર 280
જાન્યુઆરી 320
કુલ 830
અમદાવાદમાં ચાર ખાનગી એરક્રાફ્ટ ઉપલબ્ધ
અમદાવાદ એરપોર્ટ પર હાલમાં જુદીજુદી કંપનીઓના ત્રણ જેટ એન્જિન ધરાવતા એરક્રાફ્ટ સહિત એક ટર્બોક્રોપ ધરાવતુ B2-100 પ્રકારના એરક્રાફ્ટ ઉપલબ્ધ છે, જે ચાર્ટડ સર્વિસ આપે છે. બુકીંગ કરાવતી વખતે આ ચાર એરક્રાફ્ટમાંથી અમદાવાદમાં એકપણ ઉપલબ્ધ ન હોય તો મુંબઇથી હાયર કરવુ પડે છે જેનો સામાન્ય કરતા ડબલ ચાર્જ ચુકવવો પડે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jcB4Un
0 Response to "કોરોના કાળમાં ધનિકોમાં લાખો રૂપિયા ખર્ચી ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરવાનો ક્રેઝ વધ્યો"
Post a Comment