સિંચાઈનું પાણી ન મળતા રોહિકા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો

સિંચાઈનું પાણી ન મળતા રોહિકા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો


બગોદરા, તા. 2 ફેબ્રુઆરી, 2021, મંગળવાર

સમગ્ર રાજ્ય સાથે અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં પણ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી જાહેર થઈ છે અને આ ચુંટણીને ધ્યાને લઈ ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે બાવળા તાલુકાના રોહીકા ગામે ગ્રામજનોએ ચુંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરતાં બેનરો સાથે વિરોધ કર્યો હતો અને ગામમાં નર્મદા કેનાલ બનાવી હોવા છતાં પાણી આપવામાં ન આવતાં રોષ વ્યક્ત કર્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા તાલુકાના રોહીકા ગામે ખેડુતોને સીંચાઈ માટે નિયમીત અને પુરતું પાણી મળી રહે તે માટે વર્ષ ૨૦૦૨માં નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવવમાં આવી હતી. જેને ૧૮ વર્ષ જેટલો સમય વિત્યો હોવા છતાં આ કેનાલમાં પાણી ક્યારેય પાણી છોડવામાં આવ્યું નથી જેના કારણે ખેડુતોને હાલાકી પડી રહી છે જે અંગે અનેક વખત ગ્રામ પંચાયત સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે ગ્રામજનો દ્વારા સીંચાઈનું પાણી નહિં તો વોટ નહિંના બેનરો સાથે આગામી તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો અને કોઈપણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રચાર તેમજ મત માંગવા આવવું નહિં અને જ્યાં સુધી કેનાલ મારફતે સીંચાઈનું પાણી આપવામાં નહિં આવે ત્યાં સુધી ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગામમાં પણ આ અંગેના બેનરો લગાવી રોષ દાખવ્યો હતો આ તકે મોટીસંખ્યામાં ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Hs86j

0 Response to "સિંચાઈનું પાણી ન મળતા રોહિકા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel