મૂળીના સરલા ગામની શાળામાં માતૃભાષા ગૌરવ દિન ઉજવાયો
સરા, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
૨૧ ફેબુ્ર.ને વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મૂળી તાલુકાના સરલા ગામે આવેલ સરકારી ઉ.મા. શાળાના ભાષાના શિક્ષક વારીસ ભટ્ટાએ માતૃભાષા દિન નિમિત્તે માઇક્રોસોફ્ટ થોમ્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓન લાઇન ''માતૃભાષાની મીઠાશ'' વિષય પર વિદ્યાર્થીઓને સવિસ્તૃત જાણકારી આપી હતી.
માતૃભાષાના વિકાસ અને સંવર્ધનની જવાબદારી વિદ્યાર્થીઓની છે તેના પર ભાર મુકતા માતૃભાષાને વંદન સાથે થોડું વ્હાલ કરીને ભાષા અને આપણા સંબંધો પરસ્પર છે એવી માતૃભાષાને જીવંત રાખવાની શીખ સાથે ગુજરાતી માતૃભાષાના કાવ્યોનો આસ્વાદ વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી માતૃભાષા દિનની ઉજવણી સાથે વંદન કરેલ હતા. મૂળી પી.એસ.આઈ. ડી.જે. ઝાલાએ પણ ગૌરવ વંતિ ગુજરાતી ભાષાને માતૃભાષા દિનની ઉજવણી સાથે માતૃભાષા દિનની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dAe1SE
0 Response to "મૂળીના સરલા ગામની શાળામાં માતૃભાષા ગૌરવ દિન ઉજવાયો"
Post a Comment