મૂળી તાલુકા કોંગ્રેસમાં ફરી ભંગાણ માલધારીઓ ભાજપમાં જોડાયા
સરા, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
મૂળી તાલુકાના ઉમરડા મૂળી પછી દુધઈ ગામના માલધારી અગ્રણીઓ સહિત લોકોએ ભાજપની વિચારધારાને અપનાવતા કેશરીયા ખેસ શ્રી દુધઈ વડવાળા દાવ મંદિરના મહંત રામબાલકદાસજી સરપંચ સહિત લોકોની હાજરીમાં માલધારી સમાજના અગ્રણી વિહાભાઈ રબારી માલસુરબાઈ સહિત માળધારી લોકોએ ભાજપના વિકાસલક્ષી કાર્યો અને વિચારધારાને અપનાવી કોંગ્રેસને રામ રામ કરતાં મૂળી પંથકમાં ભાજપના કેશરીયા રંગમાં વધુ લોકો રંગા ગયા હતા.
ભાજપ સાથે જોડાયેલ તમામ માલધારી સમાજને ભાજપના અગ્રણી હરદેવસિંહ પરમાર પૂર્વ જી.પં.ના પ્રમુખ બચુભાઈ પટેલ સહિત હોદ્દેદારોને તેમનું અદકેરૂ સન્માન કરેલ હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પડઘમ નજીકમાં જ સંભળાઈ છે. ત્યારે બન્ને પક્ષના ઉમેદવારો ચુંટણીજંગ જીતવા એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે.
ત્યારે બીજી બાજુ મૂળી તા.પં. અને જી.પં.ની બેઠકો પર ભાજપ પરી એકવાર સત્તા પર આવે તે માટે ભાજપના મૂળી તાલુકાના મોવડીઓ મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરી ગામે ગામ કોંગ્રેસના કાંગરા ખેરવવા કમર કસતા મૂળી તા.પં. પર ફરી ભાજપનો દબદબો કાયમ કરવા તનતોડ જહેમત ઉઠાવી રહ્યા છે. મોવડીઓનો પુરતો સહયોગ મળતા ઉમેદવારો અને કાર્યકરોમાં પણ જુસ્સો વધી રહ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZAJxrt
0 Response to "મૂળી તાલુકા કોંગ્રેસમાં ફરી ભંગાણ માલધારીઓ ભાજપમાં જોડાયા"
Post a Comment