સુરેન્દ્રનગરમાં ઉછરી રહેલા 9 માસના બાળકને રાજસ્થાની પરિવાર દત્તક લેશે
સુરેન્દ્રનગર, તા. 9 ફેબ્રુઆરી, 2021, મંગળવાર
સુરેન્દ્રનગર જીલ્લા ખાતે આવેલ મુખ્ય સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થામાં નિરાધાર તેમજ ખોવાયેલ અને ત્યજી દીધેલ બાળકોને આશ્રય આપવામાં આવે છે અને સરકારના જુવેનાઈલ જસ્ટીસ એક્ટના નિયમો મુજબ નિઃસંતાન દંપતિ અથવા પરિવારજનો જેઓએ બાળકોને દત્તક લેવા માટે ઓનલાઈન અરજી કરી હોય તેવાં દંપતિઓનું મેચીંગ થતાં બાળકને દત્તક આપવાની કાર્યવાહી હાથધરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે આશ્રય લઈ રહેલ ૯ મહિનાના બાળકને રાજસ્થાનના ચીત્તોડગઢના પરિવારે દત્તક લીધો હતો અને તે અંગેની કાર્યવાહી હાથધરાઈ હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સરકારની વિશિષ્ટ દત્તક સંસ્થા કાર્યરત છે જેમાં આ સંસ્થા હેઠળ આવેલ ચીલ્ડ્રન હોમમાં નિરાધાર મળી આવેલ તેમજ ખોવાયેલ અને ત્યજી દીધેલ બાળકોને સંસ્થા દ્વારા આશ્રય આપવામાં આવે છે અને બાળકોનું ભરણ-પોષણ પણ કરવામાં આવે છે.
તેમજ સરકારના જુવેનાઈલ જસ્ટીસ એક્ટના નિયમો મુજબ નિઃસંતાન દંપતિઓ તેમજ પરિવાર બાળક દત્તક લેવા માટે સરકારના નિયમો મુજબ ઓનલાઈન અરજી કરી દત્તક બાળક લેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે કાર્યરત સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલ બાળક પવન ઉ.વ.૯ માસને રાજસ્થાનના ચીત્તોડગઢ ખાતે રહેતાં દંપતિ વિક્રમસિંહ રાણાવત અને સુધાબા રાણાવતે અરજી કરી હતી અને અંદાજે બે વર્ષ પછી બાળક પવનનું નિયમો મુજબ મેચીંગ થતાં ચીત્તોડગઢથી બાળકને દત્તક લેવા સંસ્થા ખાતે આવ્યાં હતાં જ્યાં જીલ્લા કલેકટરે કે.રાજેશના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા અધિકારી જયપાલ ચૌહાણ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, પ્રકાશ ગોહિલ, જયેશ સાપરા, રોહિત ઘરસેંડા સહિતની ટીમ દ્વારા બાળકને દત્તા લેવા માટે દત્તક વિધાન અંતર્ગત પ્રિ-એડોપ્શનની કાર્યવાહી પુરી કરી હતી અને ત્યારબાદ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના હરીશભાઈ ગુપ્તા દ્વારા કોર્ટમાં કાર્યવાહી કરી પરિવારને કોર્ટ મારફતે બાળક દત્તક લેવાનો હુકમ કરવામાં આવશે. જ્યારે ૯ માસના નિસહાય, નિરાધાર બાળકને માતા-પિતા અને પરિવારની છત્રછાયા મળતાં આનંદની લાગણી ફેલાઈ હતી જ્યારે બાળક દત્તક આપતી વખતે સંસ્થાના સ્ટાફ સહિતના અધિકારીઓમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aTLvbo
0 Response to "સુરેન્દ્રનગરમાં ઉછરી રહેલા 9 માસના બાળકને રાજસ્થાની પરિવાર દત્તક લેશે"
Post a Comment