ક્રેડિટ કાર્ડ ક્લોન અને એટીએમ હેક કરી 81 વખત પૈસા ઉપાડયા !
અમદાવાદ, તા. 13 ફેબ્રૂઆરી, 2021, શનિવાર
એટીએમમાંથી પૈસા ઉપાડી લઈને છેતરપિંડી કરાયાની અનેક ઘટના બની છે. હવે, નવતર પ્રકારની ગુનાખોરી આચરીને એક જ ટોળકીએ ક્રેડીટ કાર્ડ ક્લોન કરી એક જ એટીએમ મશીનને હેક કરી લઈ તેમાંથી 81 ટ્રાન્ઝેક્શન કરી કુલ 8.10 લાખ રૂપિયા ઉપાડી લીધાં હતાં.
સાબરમતીમાં ગાંધી આશ્રમ પાસે આવેલા કેનેરા બેન્કના એટીએમમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન ત્રણ-ચાર ક્લોન કાર્ડનો ઉપયોગ કરીને અલગ-અલગ એકાઉન્ટમાંથી 10-10 હજારની રકમ ઉપાડતાં કુલ 81 ટ્રાન્ઝેક્શન કરાયા હતાં. એટીએમના કોમ્પ્યુટરને હેક કરવામાં આવ્યું આૃથવા તો મશીનની ક્ષતિનો ગેરલાભ લઈને રાજ્યવ્યાપી કૌભાંડ આચરાયાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે.
કેનેરા બેન્કની ગાંધી આશ્રમ શાખાના મેનેજર ભગવાનભાઈ એમ પરમારે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એટીએમ ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છ ેકે, ગત તા. 27 સપ્ટેમ્બર અને 6 ઓક્ટોબરે ગાંધી આશ્રમ શાખા ખાતે આવેલા એટીએમમાંથી કુલ 81 ટ્રાન્ઝેક્શન કરીને કુલ 8.10 લાખ ઉપાડી લેવામાં આવ્યાં છે.
કુલ અલગ અલગ ત્રણ એટીએમ કાર્ડથી કોઈ અજાણ્યા શખ્સોએ બે જ દિવસમાં કુલ 81 ટ્રાન્ઝેક્શન કર્યાં હતાં. ગાંધી આશ્રમ પાસે આવેલા એટીએમની કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડાં કરીને ત્રણ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને બે અલગ અલગ દિવસે કુલ 81 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં.
ફરિયાદમાં એવી ચોંકાવનારી વિગતો જાહેર કરવામાં આવી છે કે, તા. 27 સપ્ટેમ્બરે જુદા જુદા સમયે 10-10 હજાર રૂપિયાના કુલ 46 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં. જ્યારે, તા. 2, 4 અને છ ઓક્ટોબરે 10-10 હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યાં હોય તેવા 35 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં.
કુલ ત્રણ એટીએમ કાર્ડ ક્લોન કરીને અનુક્રમે 46, પચ્ચીસ અને દસ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં. આ પ્રકારે ગાંધી આશ્રમ ખાતેના કેનેરા બેન્કના એટીએમમાંથી નિશ્ચિત તારીખો દરમિયાન એટીએમ કાર્ડ ક્લોન કરીને કુલ 8.10 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યાં હતાં.
ચોંકાવનારી બાબત એ છે કે, કેનેરા બેન્ક દ્વારા ઈસ્યૂ થયાં નથી તેવા એટીએમ કાર્ડ ક્લોન કરીને પૈસા ઉપાડી લેવાયા હતા. અન્ય બેન્કના ક્રેડીટ કાર્ડ દ્વારા પૈસા ઉપાડી લેવામાં આવ્યાં હતાં.
પૈસા કોના ખાતામાંથી ઉપાડવામાં આવ્યાં છે અને એટીએમના કોમ્પ્યુટરમાં ચેડાં કરીને કઈ રીતે પૈસા ઉપાડી લેવામાં આવ્યાં તે બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ એટીએમમાં સીસીટીવી લગાવવામાં આવ્યાં છે તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડાં કરી આૃથવા તો ઓનલાઈન સિસ્ટમને હેક કરીને એચડીએફસી અને એક્સિસ બેન્કના ડેબીટ કાર્ડને ક્લોન કરીને આ પ્રકારે પૈસા મેળવી લેવામાં આવ્યાં હોય તેવી આશંકા છે. કેનેરા બેન્કના એટીએમમાં દિવસના સમયે જ મોટાભાગના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા.
રાતના સમયે વોચમેન હોય છે એટલે દિવસે ચોકીદાર ન હોય તેવા સવારના 8થી 10 વાગ્યા વચ્ચે અને દિવસના સમયે મોટાભાગના ટ્રાન્ઝેક્શન કરી પૈસા કાઢી લેવામાં આવ્યાં છે. કેનેરા બેન્કના સીસીટીવીમાં ત્રણ-ચાર શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યાં હતાં. કેનેરા બેન્કની સાબરમતી બ્રાન્ચના મેનેજર ભગવાનભાઈ એમ. પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી સાયબર ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tQEHnP
0 Response to "ક્રેડિટ કાર્ડ ક્લોન અને એટીએમ હેક કરી 81 વખત પૈસા ઉપાડયા !"
Post a Comment