પાલનપુર શહરેમાં મેડિકલના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ
પાલનપુર તા.13 ફેબ્રુઆરી 2021, શનિવાર
પાલનપુરમાં અમીરરોડ પર આવેલ એક મેડિકલના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા બનાવ અંગે જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાબડતોડ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પાલનપુરમાં શનિવાર ની વહેલી સવારે અમીરરોડ ઉપર આવેલ દેના બેન્ક પાસે આવેલ એક મેડિકલના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી જેને લઈ ગોડાઉનની માંથી ધુમાડાના ગોટેગોટા નજરે પડતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી બનાવના પગલે પોલીસ સહિત ફાઇટરની ટિમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે મેડિકલ ના ગોડાઉન માં લાગેલી આગ શોર્ટ-શર્કેટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rSehA2
0 Response to "પાલનપુર શહરેમાં મેડિકલના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ"
Post a Comment