ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5.25 લાખ મતદાતા

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5.25 લાખ મતદાતા


- ર.૭૦ લાખ પુરૂષ, ર.પ૪ લાખ સ્ત્રી અને ર૯ અન્ય મતદાતાનો સમાવેશ

- ૧પ,પ૮ર નવા મતદારો નોંધાયા, ૬૦૦ર મતદારોએ નામ કમી કરાવ્યા 

ભાવનગર, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર 


ચૂંટણીમાં મતદારોની ભૂમીકા ખુબ જ મહત્વની હોય છે તેથી ચૂંટણીમાં મત માંગવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારો પાસે હાથ જોડવા જતા હોય છે અને મત આપવા અપીલ કરતા નજરે પડતા હોય છે. ભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં પ.રપ લાખ મતદારો નોંધાયેલા છે અને આ મતદારો આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે, જો કે તમામ મતદારો મતદાન કરતા નથી તેથી ઓછુ મતદાન નોંધાતુ હોય છે ત્યારે દરેક મતદારે મતદાન કરવુ જરૂરી છે. 

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે અને ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ૧૩ વોર્ડમાં કેટલા મતદારો છે તેના પર એક નજર કરવી જરૂરી છે. ભાવનગર મહાપાલિકામાં ૧૩ વોર્ડની પર બેઠક પર ચૂંટણી થઈ રહી છે. ગત તા. પ જાન્યુઆરી ર૦ર૧ની મૂળ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ અનુસાર મતદારોની સંખ્યા પ,૧પ,૪ર૭ હતી. નવા મતદારોની સંખ્યા ૧પ,પ૮ર નોંધાય હતી, જયારે ૬,૦૦ર મતદારોએ કોઈ કારણસર નામ કમી કરાવેલ છે. મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ અનુસાર ખરેખર મતદારોની સંખ્યા પ,રપ,૦૦૭ નોંધાયેલ છે, જેમાં ર,૭૦,૭૬૬ પુરૂષ મતદાર, ર,પ૪,ર૧ર સ્ત્રી મતદાર અને ર૯ અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 

સૌથી વધુ મતદારો વોર્ડ નં. ૪ કરચલીયા પરામાં ૪૬,૭૯૪ અને સૌથી ઓછા મતદારો વોર્ડ નં. ૮ વડવા-અમાં ૩૧,૬૩૩ નોંધાયા છે. આ તમામ મતદારો આગામી તા. ર૧ ફેબુ્રઆરીને રવિવારે મતદાન કરી શકશે ત્યારે કેટલા મતદારો મતદાન કરે છે ? તેની રાહ જોવી જ રહી. મતદાન મહાદાન છે ત્યારે મતદારોએ મતદાન અવશ્ય કરવુ જોઈએ પરંતુ ઘણા મતદારો કોઈને કોઈ કારણસર મતદાન કરવા જતા નથી તેથી મતદાન ઓછુ થાય છે, જેના કારણે ઘણીવાર સારા ઉમેદવારોનો પરાજય પણ થતો હોય છે ત્યારે દરેક મતદારોએ મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવુ જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u693mp

0 Response to "ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5.25 લાખ મતદાતા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel