
ભાવનગરમાં કોરોનાના 4 કેસ નોંધાતા ગભરાટ
ભાવનગર, તા. 18 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
કોરોના વાયરસના કેસ ફરી ભાવનગર શહેર અને જિલ્લામાં નોંધાય રહ્યા છે તેથી લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતાં. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.
ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ પ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ર કેસ નોંધાયા હતા, જેમાં ૧ પુરૂષ અને ૧ સ્ત્રીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં ર કેસ નોંધાયા છે, જેમાં ગારીયાધાર ખાતે ૧ તથા સિહોર તાલુકાનાં સાગવાડી ગામ ખાતે ૧ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના ૪ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ર અને તાલુકાના ર દર્દીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૬,૧૧૬ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૧૯ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત નિપજયા છે. કોરોના કેસ ફરી ધીમીગતીએ વધી રહ્યા છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
Baca Juga
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZrcVAl
0 Response to "ભાવનગરમાં કોરોનાના 4 કેસ નોંધાતા ગભરાટ"
Post a Comment