પુત્રવધુને મરવા મજબુર કરનાર સાસુ-જેઠાણીને 7 વર્ષનો કારાવાસ
- હોસ્પિટલ બિછાને સારવાર દરમિયાન પરિણીતાએ પોલીસ સમક્ષ નોંધાવી હતી ફરિયાદ : ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો
વેળાવદર ભાલ તાબેના માઢીયા ગામે રહેતી પરિણીતાએ સાસુ-જેઠાણી સહિતના શારીરિક માનસિક ત્રાસથી ત્રસ્ત થઇ મરવા મજબુર બની જાતેથી કેરોસીન છાંટી અગ્નીસ્નાન કરી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણે સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો ૩૦૬ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ સાસુ અને જેઠાણીને તકસીરવાન ઠેરાવી ૭ વર્ષ કારાવાસની સજા ફરમાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવેલ માઢીયા ગામના પરિણીતા સોનલબેન બુધેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૫)ને તેણીના લગ્નના એક માસ બાદ સાસુ જયાબેન, જેઠ વિજય રાઠોડ, જેઠાણી ઉષાબેન વિજયભાઇ રાઠોડ અને સસરા ગોબરભાઇએ અવાર-નવાર છોકરા બાબતે અપશબ્દ કહી તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા સાસરીયાના ત્રાસથી ત્રસ્ત થઇ પરિણીતાએ ફેબુ્રઆરી-૧૯ના સમયગાળા દરમિયાન પોતાની જાતેથી કેરોસીન છાંટી અગ્નીસ્નાન કરી લેતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતાં જ્યાં તેઓએ એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓના ત્રાસ અંગે ડાઇંગ ડિક્લેરેશન આપેલ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pCqOpQ
0 Response to "પુત્રવધુને મરવા મજબુર કરનાર સાસુ-જેઠાણીને 7 વર્ષનો કારાવાસ"
Post a Comment