યુનિ.ની બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા 22મીને બદલે 25મીથી શરૂ

યુનિ.ની બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા 22મીને બદલે 25મીથી શરૂ


અમદાવાદ, તા. 18 ફેબ્રૂઆરી, 2021, ગુરૂવાર

ગુજરાત યુનિ.ની યુજી-પીજીની ઓનલાઈન મોડની પરીક્ષામાં આવતીકાલે 19મીએ પ્રથમ તબક્કાની પરીક્ષા પુરી થશે અને બીજા તબક્કાની પરીક્ષા 22મીને બદલે હવે 25મીથી શરૂ થશે. ફાઈનલ ઓનલાઈન પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ મળે તે માટે 22મીથી મોક ટેસ્ટ શરૂ કરવા ત્રણ દિવસ પરીક્ષા પાછી ઠેલવામા આવી છે.

યુજી-પીજી સેમેસ્ટર 3 અને 5ની શિયાળુ સત્રની પરીક્ષાઓમાં ઓફલાઈન મોડમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ 13મીથી ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ વધુ હોવાથી બે તબક્કામાં પરીક્ષા લેવાઈ રહી છે.

આવતીકાલે 19મીએ પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ થશે. બીજા તબક્કાની પરીક્ષામાં હવે બી.એ સેમ.3, બીએસસી સેમ.3, બી.એ સેમ.5 અને બી.એસસી સેમ.5 તથા એમ.એડ સેમ.3 અને એમ.એ સેમ.5ની પરીક્ષા લેવામા આવનાર છે.આ પરીક્ષાઓ અગાઉ નિયત કરાયેલા કાર્યક્રમ મુજબ આ પરીક્ષાઓ 22મીથી લેવાનાર હતી .

પરંતુ ટેકનિકલ ખામીઓ અને વિદ્યાર્થીઓની અપુરતી પ્રેક્ટિસથી મુશ્કેલી ન થાય તે માટે ફાઈનલ પરીક્ષા પહેલા ફરી વાર મોક ટ્રાયલ ટેસ્ટ લેવાશે.જે 22મી અને 23મીએ લેવાશે.જેનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.

મોક ટ્રાયલ ટેસ્ટ બાદ 25મીથી ફાઈનલ ઓનલાઈન પરીક્ષા લેવાશે.આ પરીક્ષાઓ 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે.કુલ બે તબક્કાની ઓનલાઈન પરીક્ષામાં 48 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.પ્રથમ તબક્કાની પરીક્ષા આવતીકાલે 19મીએ પૂર્ણ થનાર છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37pGw1a

0 Response to "યુનિ.ની બીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા 22મીને બદલે 25મીથી શરૂ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel