
સંસ્થા સંચાલકે બાથ ભીડી લીધી મહિલા કર્મચારીએ FIR નોંધાવી
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
પાલડીમાં આવેલી સ્પાર્ટ નામની સંસ્થાના સંચાલકે નોકરીએ રાખેલી યુવતી સાથે છેડતી કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવાઈ છે. હસન જોહર નામના સંસ્થાના પ્રેસીડન્ટે યુવતીને મારે કોઈ પાર્ટનર જોઈએ છે... એવી અણછાજતી વાત કરી બાથમાં ભીડી લીધાની અને હાથ પકડી લીધાની ફરિયાદ નોંધી મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ ગાંધીનગરમાં રહેતી અને પી.એચ.ડી.નો અભ્યાસ કરતી 33 વર્ષની યુવતી ઓક્ટોબર મહિનાથી પાલડીમા આવેલી સ્પાર્ટ સંસૃથામાં ફિલ્ડ અને સોશિયલ વર્ક ઓફિસર તરીકે જોડાઈ હતી. કંપનીની એચ.આર. પોલીસી મુજબ 43000 રૂપિયા જમા કરવા કહેવાયું હતું. જો કે, પૈસા ન હોવાથી અસલ ડોક્યુમેન્ટસ જમા લેવાયા હતા.
આ પછી સંસૃથાના સંચાલક હસન ઝોહરે પોસ્ટ અને અનુભવ સિવાય એચ.આર. ડિપાર્ટમેન્ટનું કામ સોંપ્યું હતું. આ બાબતે યુવતીને હસન સાથે બોલાચાલી થતી હતી. અવારનવાર ઓફિસમાં બોલાવીને સંચાલક આ યુવતીને ન શોભે તેવી વાત કરતા હતા. મારે કોઈ પાર્ટનર જોઈએ છીએ, જેની સાથે હું .... સંબંધ રાખી શકું. આવી વાત કરી હાથ પકડી બાથ ભરી લેતાં સંચાલક આપત્તીનજક વાતો અઠવાડિયે એકાદ વખત કરતા હતા.
આવી વાતોનો વિરોધ કરતી યુવતીને પરેશાન કરવામાં આવતી હતી. આખરે, યુવતીએ કંટાળીને તા. 12 ડીસેમ્બરે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે, કંપનીએ અસલ ડોક્યુમેન્ટસ પરત ન આપતાં આખરે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં વિિધવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YtQkCv
0 Response to "સંસ્થા સંચાલકે બાથ ભીડી લીધી મહિલા કર્મચારીએ FIR નોંધાવી"
Post a Comment