મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મચારી સામે હત્યાનો ગુનો

મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મચારી સામે હત્યાનો ગુનો

ભુજ, બુાધવાર

મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓના ઢોર મારાથી યુવાનનું મોત થવાના ચકચારી બનાવમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સામે હત્યાની કલમો તળે ગુનો નોંધાયો છે જ્યાં સુાધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુાધી લાશનો સ્વીકાર કરવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે. મુન્દ્રા પોલિસ માથકે ચોરીના ગુન્હામાં શંકાસ્પદ તરીકે તાલુકાના સમાધોધા ગામના અરજણ ગઢવીને પુછપરછ માટે લવાયા હતા જેઓનું ગઇકાલે કસ્ટોડીયલ ડેાથ થતા ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

ગઇકાલે સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જવાબદાર સામે કાર્યવાહીની માંગ પોલિસના ઉચ્ચ અિધકારીઓ સમક્ષ કરાઈ હતી. પરિવાર અને સમાજના લોકોએ ૮ દિવસ સુાધી યુવકને ગોંધી રાખી તેને ઢોર માર મારી હત્યા કરી હોવાની ફરીયાદ કરી હતી. જે મામલે પોલિસના ઉચ્ચ અિધકારીઓએ તપાસ શરૃ કરી હતી.બનાવ સંદર્ભે મુન્દ્રા પોલીસના શક્તિસિંહ ગોહિલ,અશોક કનાડ તાથા જયદિપસિંહ અજીતસિંહ ઝાલા સામે હત્યાની ૩૦૨ ની કલમો તળે મુન્દ્રા પોલિસ માથકે ફરીયાદ નોંધાઇ છે.

ઘરફોડ ચોરીના બનાવમાં મુન્દ્રા પોલીસે સમાઘોઘા ગામમાંથી ત્રણ યુવાનોની અટક કરી હતી જેમાં ઢોર માર મારવાથી અરજણ ગઢવીનું મોત નીપજ્યું પણ પોલીસે મામલો દબાવવા માટે શરૃઆતમાં મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું બાદમાં ઉગ્ર વિરોધ અને રજુઆત બાદ હત્યાનો ગુનો દાખલ થયો છે

મૃતકની લાશને પીએમ માટે જામનગર ખસેડાઈ છે જ્યાં સુાધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુાધી લાશ સ્વીકારવાનો સમાજ અને પરિવાર દ્વારા ઇનકાર કરાયો છે આ મામલો ભારે ચર્ચામાં રહ્યો છે મૃતકની સાથે અન્ય બે યુવાનો પણ પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા જેઓએ બનાવની વિગતો આપી હતી પોલીસ દ્વારા મામલાને ઢાંકવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની વિગતો સામે આવી છે

આ અંગે ભુજના એડવોકેટ દેવરાજ ગઢવીએ ફરિયાદ નોંધાવી હતી,જેમાં જણાવ્યું હતું કે સમાઘોઘામાં થયેલી ઘરફોડ ચોરીના બનાવ સંદર્ભે હતભાગી અરજણ ખેરાજ ગઢવીને ૧૨મી જાન્યુઆરીની સાંજે પોલીસે ઉઠાવ્યો હતો. પ્રાગપર પાટિયે તમારું પાર્સલ આવેલ છે તેમ કહી તેને ઉપાડી જવાયો હતો. આ અંગે જાણ થયાં બાદ તેઓ અરજણના ભાઈઓ અને સૃથાનિક આગેવાન સાથે ૧૬મી જાન્યુઆરીની સવારે મુંદરા પોલીસ માથકે તપાસ કરવા ગયા હતા. તે સમયે પોલીસ સ્ટેશનના એક રૃમમાં શક્તિસિંહ ગોહિલ અરજણની પૂછપરછ કરતો હતો. અરજણ નીચે જમીન પર બેઠો હતો. તે સમયે અરજણે ભાઈઓ સમક્ષ જણાવ્યું હતું કે તેણે કોઈ ચોરી કરી નાથી. છતાં આ ત્રણેય કોન્સ્ટેબલોએ તેને ખૂબ માર માર્યો છે. ગુદાના ભાગે પેટ્રોલના પોતા ભરાવે છે અને શાક આપે છે. અરજણે તેનો પગ બતાડતાં તે ખૂબ સુઝી ગયેલો હતો. તેણે કહ્યું હતું કે હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે. હું ચાલી પણ શકતો નાથી. મારા જમવાની કોઈ પૂછા કરતું નાથી. એક પોલીસવાળો મારીને જાય એટલે બીજો પોલીસવાળો આવીને માર મારે છે પરિવારજનોએ ત્યારે હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલને અરજણને ક્યારે છોડશો તેમ પૂછયું ત્યારે તેણે સાંજે તેને છોડી દેવાશે તેમ જણાવ્યું હતું.હતભાગીની સાથે અન્ય બે યુવકોને પણ ગોંધી રાખી ઢોર માર મરાયો હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે..થર્ડ ડિગ્રી ટોર્ચરાથી શકમંદ યુવકના કસ્ટોડિયલ ડેાથના બનાવાથી પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે.  મુન્દ્રા પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના બનાવમાં શકમંદ આરોપીની અટક કરાઈ હતી જેનું થર્ડ ડિગ્રી ટોર્ચરાથી કસ્ટોડિયલ મોત થતા પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે.બનાવ અંગે મુન્દ્રાના ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ છે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘે જણાવ્યું કે, મૃતકના સ્વજનોએ જે રજૂઆત કરી હતી તે મુજબ ત્રણે કોન્સ્ટેબલ વિરુધૃધ હત્યા (આઈપીસી ૩૦૨) અને ત્રણ કે તેાથી વાધુ દિવસ સુાધી ગેરકાયદે ગોંધી રાખવા (આઈપીસી ૩૪૩)ની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી લીધી છે. હતભાગીના પગ સહિતના અંગોમાં ઈજાના નિશાન જોવા મળ્યાં હતા. જો કે, તેનું મૃત્યુ ખરેખર કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સ્પષ્ટ થશે. એફઆઈઆરમાં દર્શાવાયેલી વિગતો મુજબ સઘન તપાસ કરી, ગુનાનો હેતુ સ્પષ્ટ કરી તેમજ જરૃરી પૂરાવા એકત્ર કરી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરાશે મુન્દ્રા પોલીસ સ્ટેશન ભુજ ડિવિઝનમાં આવે છે જેાથી ન્યાયિક તપાસ માટે નખત્રાણા ડીવાયએસપીને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o59gSx

0 Response to "મુન્દ્રાના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મચારી સામે હત્યાનો ગુનો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel