આદિપુર-ગાંધીધામ સજ્જડ બંધ : આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે

આદિપુર-ગાંધીધામ સજ્જડ બંધ : આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે

ભુજ,બુધવાર

ગાંધીધામ તાલુકાના કિડાણામાં રવિવારે સાંજે અયોધ્યાના શ્રીરામમંદિર નિર્માણ કાર્ય માટે નિર્માણનિાધી એકત્ર કરવા માટે આયોજીત રાથયાત્રામાં માથાકુટ થયા બાદ પોલીસ દ્વારા ચાલીસ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે ૯ જેટલા નિર્દોષ યુવકોની ધરપકડ કરી છે તેવા આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા આક્રોશ વ્યકત કરીને ગાંધીધામ અને તાલુકા બંધનું એલાન આપ્યુ હતુ જેને આજે ભારે પ્રતિસાદ સાંપડયો હતો.

કિડાણા અને સાડાઉ ગામે રામજન્મભુમિ મંદિર નિાધી અભિયાન માટે નિકળેલી રાથયાત્રા દરમિયાન ઘર્ષણમાં પોલીસ દ્વારા નિર્દોષ હિંદુ યુવાનોને ખાતરી આપ્યા બાદ છોડવામાં ન આવતા રામજન્મ ભુમિ નિાધી ટ્રસ્ટ દ્રારા ગાંધીધામ શહેર અને તાલુકામાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. જયાં સુાધી નિર્દોષ હિંદુ યુવાનોને છોડવામાં નહિં આવે ત્યાં સુાધી આ આંદોલનને ઉગ્ર બનાવાશે તેમ આગેવાનોએ જણાવ્યુ હતુ.

ગાંધીધામ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના મંત્રી અશોક રાવલ અને આરએસએસના સેવા પ્રમુખ નારાણ વેલાણીએ પણ જણાવ્યુ હતુ કે, સોમવારે યોજાયેલા ધરણા દરમિયાન રેન્જ આઈજી  અને પોલીસ વડાએ પણ નિર્દોષોને છોડી દેવાની ખાતરી આપી હતી. જેના પગલે ધરણા મુલત્વી રાખ્યા હતા. પરંતુ સાંજ સુાધી તેઓને છોડવામાં આવ્યા ન હતા. સાડાઉ અને કિડાણાના બનાવમાં ૨૮ હિન્દુની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા છોડવા માટેની કાર્યવાહી નહિં કરવામાં આવે તો પૂર્વ કચ્છ અને સમગ્ર કચ્છના બંધનું એલાન આપવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે. આજે ગાંધીધામ ખાતે વિવિાધ સમાજના આગેવાનોની પણ બેઠક યોજવામાં આવી હતી.  જેમણે હુમલો કર્યો છે તેવા લોકો બહાર ફરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. 

આજ સવારાથી ગાંધીધામ, આદિપુરમાં બંધની અસર જોવા મળી હતી. વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો હતો. શહેરની બજારોમાં ૮૦ ટકા દુકાનો બંધ રહી હતી. ગાંધીધામમાં મેઈન બજાર, ઓસ્લો સર્કલ, ભારતનગર, આદિપુરમાં ચોસઠ બજાર, મદનસિંહ સર્કલમાં બંધની અસર જોવા મળી હતી. 

કડક કાર્યવાહી કરો : પૂર્વ કચ્છ પોલીસ વડાને હિંદુ સંગઠનોએે આવેદનપત્ર આપ્યું

કિડાણા પથૃથરમારા પ્રકરણ મામલે આજે આદિપુર-ગાંધીધામમાં બંધનું એલાન અપાયા બાદ હિંદુ સંગઠનો દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયુ હતુ. નિર્દોષ હિંદુઓને આ ઘટનામાં સંડોવી તેમના વિરૃધૃધ કાર્યવાહી કરવાં આવી હોવાથી તેમને મુકત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવાયુ હતુ. આવેદનપત્ર પાઠવતી વેળાએ હિંદુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસ વડાએ સંતોષકારક પ્રતિસાદ આપ્યો હતો.  આવેદનપત્ર પાઠવતી વેળાએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iww9Nr

0 Response to "આદિપુર-ગાંધીધામ સજ્જડ બંધ : આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel