
જલોતરામાં વિચરતી વિમુકત જાતિના લોકોને રહેણાંક પ્લોટથી વંચિત રાખવાનો કારસો
પાલનપુર તા.18 જાન્યુઆરી 2021, સોમવાર
વડગામ તાલુકાના જલોતરા ગામે વસતા વિચરતી વિમુક્તિ તેમજ અતિ પછાત જાતિ ઘર વિહોણા પરિવારોને રહેણાંક પ્લોટ ફાળવવા માટે ગામના ગૌચરમાં ગામતળ નિમ કરવા ની દરખાસ્ત જિલ્લા પંચાયત ની અપીલ સમિતિએ મનાઈ હુકમ આપતા પ્લોટ વંચીત લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે . જેમાં લાભાર્થીઓએ આ વિસ્તારના મહિલા જિલ્લા પંચાયત સદસ્ય દ્રારા કેટલાક લોકોને ખુશ કરવા માટે પક્ષપાત કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે પાલનપુર જિલ્લા પંચાયત કચેરીમાં સુત્રોચાર કર્યો હતો.
વડગામ તાલુકાના જલોતરા ગામે વસતા પછાત વર્ગનાં ઓડ, રાવળ, નટ, વણઝારા,દેવીપૂજક સહિતની સમાજના મકાન વિહોણા પરિવારોને રહેણાંક પ્લોટ મળી રહે તે માટે ગામમાં આવેલ ગૌચરના સર્વે નં ૩૦૨ ની જમીનમાં ગામતળ નીમ કરી તેમાં ૧૫૦ વિચરતી વિમુક્તિ જાતિના લોકોને પ્લોટ ની ફાળવણી કરવાની દરખાસ્ત કલેકટર કચેરીમાં પેન્ડિગ છે આ જમીનમાં પ્રાથમિક સવલતો ત્વરિત મળી રહે તેમ છે અને રહેઠાણ માટે અનુકૂળ હોઈ ગ્રામ પંચાયત દ્રારા આ જમીન પર ગામતળ નીમ કરવા સર્વાનુમતે ઠરાવ કર્યો હતો પરંતુ કેટલાક લોકોએ ભવિષ્યમાં આ જમીન પર દબાણ કરવા માટે ગામતળને અન્યત્ર જગ્યાએ ખસેડવા નો કારસો રચાય રહ્યો હોવાની રાડ ફરિયાદ ઉઠી છે જેમાં જલોતરા બેઠક પર થી ચૂંટાયેલા કોંગ્રેસના મહિલા સદસ્ય લક્ષ્મીબેન કરેણ ગણ્યા ગાંઠયા લોકોને ખુશ રાખવા માટે પક્ષપાત રાખી ગરીબ પરિવારો ને રહેણાંક પ્લોટથી વંચિત રાખવાના બદ ઇરાદે અધિકારીઓ તેમજ પદાધિકારીઓને ગેરમાર્ગે દોરી ખોટા અવરોધ ઉભા કરીને તેમજ કાયદાની આડ ઉભી કરાવી પ્લોટ વંચિતોને અન્યાય કરી રહ્યા હોવા ના આક્ષેપ સાથે પ્લોટ વિહોણા લોકોએ પાલનપુર ની જિલ્લા પંચાયત કચેરી ગજવી મૂકી હતી જેમાં ગામતળ ઉપર જિલ્લા પંચાયત અપીલ સમિતિ દ્રારા અપાયેલા ખોટા મનાઈ હુકમ ને ઉઠાવી લેવાની ઉગ્ર માંગ કરાઈ હતી.
મનાઈ હુકમ ઉઠાવી લેવામાં નહિ આવે તો સત્યાગ્રહ
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીને ગામતળ પર આપવામાં આવેલ મનાઈ હુકમ ને ઉઠાવી લેવા ની રજુઆત કરવા આવેલ જલોતરા ના પ્લોટ વિહોણા લાભાર્થીઓ એ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અપીલ સમિતિએ કોઈ સુનાવણી કર્યા વગર અને આધાર પુરાવા જોયા વિના તેમજ ગ્રામ પંચાયત ને નોટિસ આપ્યા વિના જ મનઘડત કાયદા નો દૂર ઉપયોગ કરી હંગામી મનાઈ હુકમ આપવામાં આવેલ છે જે ઉઠાવી લેવમાં નહિ આવે તો અતિ પછાત જાતિ ના લોકો દ્રારા ગાંધી ચીંધ્યા સત્યાગ્રહ માર્ગે તેમજ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગામતળને લઈ જિલ્લા પંચાયત મહિલા સદસ્યનું પક્ષપાતી વલણ
જલોતરામાં ગરીબ પરિવારોને પ્લોટ મળે તે માટે ગામતળ ની દરખાસ્તમાં જલોતરા બેઠક પર થી ચૂંટાયેલા કોંગ્રેસના મહિલા સદસ્ય લક્ષ્મીબેન કરેણ ગણ્યા ગાંઠયા લોકોને ખુશ રાખવા માટે પક્ષપાત રાખી ગરીબ પરિવારો ને રહેણાંક પ્લોટથી વંચિત રાખવાના ઇરાદે અધિકારીઓ તેમજ પદાધિકારીઓને ગેરમાર્ગે દોરી ખોટા અવરોધ ઉભા કરીને તેમજ કાયદાની આડ ઉભી કરાવી પ્લોટ વંચિતોને અન્યાય કરી રહ્યા હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ipRKqU
0 Response to "જલોતરામાં વિચરતી વિમુકત જાતિના લોકોને રહેણાંક પ્લોટથી વંચિત રાખવાનો કારસો"
Post a Comment