
કચ્છમાં હાડ ધુ્રજાવતી ઠંડીના લીધે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટયું
ભુજ, સોમવાર
છેલ્લા થોડા દિવસોથી સરહદી જિલ્લા કચ્છમાં પવન સાથે હાડ ધૃજાવતી ઠંડીના કારણે લોકો રીતસરના ઠંડીમાં ઠુુંઠવાઈ રહ્યા છે. તો અબોલ પશુઓ અને માલાધારીઓની હાલત પણ બગડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બર્ફાલા પવન સાથે ભારે ઠંડીના કારણે દુાધાળા પશુઓ દુાધ ઓછું આપતા માલાધારી વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.
વધુ વિગતો મુજબ ગત ચોમાસામાં પ્રારંભ થી જ કચ્છમાં સર્વત્ર શ્રીકાર વરસાદાથી ગામના સીમાડામાં ઘાસ ઉગી નીકળતા પશુઓને ચરીયાણો મળી રહેતા માલાધારીઓમાં ખુશી છવાઈ હતી. સારા ચરીયાણાના કારણે દુાધાળા ઢોરોમાં દુાધની આવક વાધતા કોરોના કારળમાં રોજગારી વાધતા રાહત મળી હતી. પરંતુ પશુપાલકોની આ ખુશી જાજું ન ટકી. હાલે થોડા દિવસોથી સળંગ ઠંડીના કારણે પશુાધન પર ખાસી અસર વર્તાઈ રહી છે. પહાડી વિસ્તારના બર્ફીલા પવનના કારણે તીવ્ર અસર દેખાઈ રહી છે. રોજનું કમાઈને ખાનારો મજુર વર્ગ અને ખેડૂતના ઉભા પાક પર આ ઠાર ખે વ્યાપક અસર થઈ છે. ઠંડીના કારણે ચોપગા પ્રાણીઓ દુર-દુર ચરવા જવાનું માંડી વાળી ગામના વાથાણમાં જ પડયા પાથર્યા રહે છે. જેના કારણે દુાધમાં પણ તફાવત નોંધાઈ રહ્યો છે.
વધુ મળતી માહિતી મુજબ સારા વરસાદના કારણે પુષ્કળ ઘાસચારો ઉગી નીકળતા દુાધની આવકમાં વાધારો થતા માવાના પણ આ વર્ષે સારા ભાવ મળતા પશુપાલકો આિાર્થક રીતે સધૃધ બનતા કરજમુક્ત પણ થયા હતા. પરંતુ છેલ્લા પખવાડીયાથી વધુ સમયાથી સતત બર્ફીલા પવન સાથે ઠંડી વાધતા દૈનિક દુાધ ઉત્પાદન પણ ઓછું થવાથી પશુપાલિકોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જો હજુ આ ઠંડી ચાલુ રહેશે તો પશુપાલક પર તેની ગંભીર અસર થશે. પશુપાલકોના કહેવા મુજબ એક લાંબા અરસા બાદ આવો ઠાર સાથો-સાથ ઝાકળ પણ પડે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bua3K4
0 Response to "કચ્છમાં હાડ ધુ્રજાવતી ઠંડીના લીધે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટયું"
Post a Comment