
ડીસા માર્કેટયાર્ડમાં બટાટાની જાહેર હરાજી પ્રક્રિયાનો પ્રારંભ
ડીસા તા.11 જાન્યુઆરી 2021, સોમવાર
ડીસા માર્કેટયાર્ડમાં બટાટાની જાહેર હરાજી શરૃ થઈ ગઈ છે. આજુબાજુ પંથકમાંથી અનેક ખેડૂતો બટાટા વેચવા માટે ડીસા માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા. જોકે હરાજીના પ્રથમ દિવસે બટાટાના ભાવ નીચા રહ્યા છે. આજે હરાજીમાં બટાટાના ભાવ ૧૭૦ થી ૨૧૦ રૃપિયા પ્રતિ ૨૦ કિલો રહ્યા છે. જે ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી કારણકે ગત વર્ષે આ સમયે બટાટાના ૩૦૦ રૃપિયા આસપાસ ભાવ હતો. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોએ ઊંચા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું.
કોરોનાના સમયની અંદર બિયારણનો ઊંચો ભાવ હોવાના કારણે ખેડૂતોનેએ સારા એવા ભાવની આશાએ વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે આજે હરાજીના પ્રથમ દિવસે જ નીચો ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયા છે.આ વખતે ડીસા તેમજ આજુબાજુના વિસ્તારમાં કુલ ૭૦ હજાર હેક્ટર જમીન માં બટાટાનું વાવેતર થયું છે. ગત વર્ષે બટાટાનું વાવેતર ઓછું હતું અને ભાવ પણ સારા હોવાના કારણે ખેડૂતોને અને વેપારીઓને ખાસો લાભ થયો હતો. પરંતુ આ વર્ષે ખેડૂતોએ ઊંચા ભાવે બિયારણ લાવી ને વાવેતર કર્યું છે. પરંતુ હવે બટાટાના પુરતા ભાવ મળતા નથી. ખેડૂતોનું માનીએ તો અત્યારે માર્કેટમાં ૨૦૦ રૃપિયા પ્રતિ મણ બટાટા વેચાઈ રહ્યા છે.જ્યારે ૪૦૦ રૃપિયા પ્રતી મણ બટાટા વેચાય તો જ ખેડૂતોને પરવડે તેમ છે. જોકે જે રીતે બટાટા આવક વધી રહી છે. તે જોતા આવનારા દિવસોમાં પણ બટાટાના ભાવમાં કોઈ વધારો થાય તેમ લાગતું નથી.કોરોના મહામારીના સમયમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડયું હતું અને હવે બટાટાના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોને અત્યારે નુકસાનીનો સામનો કરવો પડયો છે. જોકે હવે જલ્દી માર્કેટ સુધરે અને પૂરતા ભાવ મળે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KbOz9K
0 Response to "ડીસા માર્કેટયાર્ડમાં બટાટાની જાહેર હરાજી પ્રક્રિયાનો પ્રારંભ"
Post a Comment