પલીવાડ (યક્ષ)ગામના સીમતળમાં ડેમના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ

પલીવાડ (યક્ષ)ગામના સીમતળમાં ડેમના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ

આણંદપર(યક્ષ)તા.૧૬

પલીવાડ (યક્ષ) ગામની સીમમાં બની રહેલા ડેમના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે ઉચ્ચ સ્તરે રજુઆત કરાઈ છે.

આ અંગે જણાવાયુ હતુ કે, નખત્રાણા તાલુકાના પલીવાડ(યક્ષ)ગામની સીમતળમા ૧૦ લાખની ગ્રાન્ટમાં પાસ થયેલ ડેમનું કામ ચાલુમાં છે જેમાં આ કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. સાથે લીલી ઝાડીને નુકશાન કરીને પલીવાડ ગામના નીલા સીમાડાને નુકશાન પહોંચાડાય છે. આ અંગેની જાણ થતાં ગામ ના સરપંચ સભ્યો અને ગામના જાગૃત યુવાનોએ  સૃથળ ઉપર જઈ કામ વ્યવસિૃથત અને  માપ મેજરાથી કરવાની સુચના આપવામાં આવી હોવા. છતાંય તમારાથી થાયતે કરો અમે અમારી રીતે કામ કરશું તેવી ધમકી કોન્ટ્રાકટર દ્વારા આપવામાં આવી હતી.   

 ડેમમાં બ્લેક સ્ટોનના બદલામાં ગામની જ સીમના પાથરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં ડેમને નુકસાની થાય તેવું સંભાવના જણાઇ રહી છે.આ ડેમના કામમાં ઇજનેર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે.આ ડેમનું કામ નિયમ પ્રમાણે થાય એવી ગામના સરપંચ તેમજ ગામલોકોની માંગણી છે.જો આ કામ નિયમ પ્રમાણે નહિ થાય તો આ કામને અટકાવવાની ફરજ બનશે તેવું પલીવાડ(યક્ષ) ગામના ઇકબાલ જતે જણાવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38O7Bwk

0 Response to "પલીવાડ (યક્ષ)ગામના સીમતળમાં ડેમના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel