અંજારના વેપારીની દીકરીનું અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી મંગાતા ચકચાર

અંજારના વેપારીની દીકરીનું અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી મંગાતા ચકચાર

ભુજ, શનિવાર

અંજારના વેપારીની ૨૦ વર્ષની દિકરીનું શુક્રવારે સાંજે અપહરણ કરીને તેને છોડાવવા માટે ૧૦ કરોડ રૃપિયાની ખંડણી મંગાતા કચ્છભરમાં ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા અપહરણકારોએ ખંડણી નહિં આપે તો યુવતીની હત્યા કરવાની ધમકી આપી હતી. અંજારાથી સાંજના સમયે લાપતા બનેલી યુવતી બીજા દિવસે સવારે ભૂજાથી હેમખેમ મળી આવી હતી. યુવતીના પિતાએ અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા યુવતીના અપહરણકારોને ઝડપી લેવા અંજાર સહિત કચ્છ પોલીસે કામે લાગી છે.

આ સમગ્ર બનાવ અંગે મળતી માહિતી અનુસાર, અંજારમાં જુની કોર્ટ પાછળ વિજયનગરમાં રહેતા અને કસ્ટમ ચોક પાસે કટલેરી-સ્ટેશનરીની દુકાન ધરાવતા ૪૭ વર્ષીય ઠકકર વેપારીની મોટી દિકરી આદિપુર તોલાણી કોલેજમાં બીએસસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. અને કોમ્પ્યુટર કલાસીસમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પણ કરે છે. ૨૦ વર્ષની યુવતી ગત રોજ શુક્રવારે સાંજના કોમ્પ્યુટર કલાસમાં ગયા બાદ સાડા સાત વાગ્યા છતા ઘરે પરત ફરી ન હતી. 

દિકરી પરત ન ફરતા માતાએ મોબાઈલ પર કોલ કરતા ફોન સ્વીચ આવતો હતો.  માતાએ આ અંગે પિતાનું ધ્યાન દોર્યુ હતુ. ત્યારબાદ પતિ-પત્ની બંને જણા કોમ્પ્યુટર કલાસ ગયા હતા. જયાં તપાસ કરતા જાણવા મળ્યુ કે તેમની દિકરી નિત્યક્રમ કરતા દસ મિનિટ વહેલા જ કલાસ છોડીને ગઈ હતી.

દિકરીની ચિંતામાં માતા-પિતા પરત ઘરે આવવા રવાના થયા ત્યાં રસ્તામાં કોઈ અજાણ્યા નંબરાથી પિતાને ફોન આવ્યો હતો. ફોન કરનારે ગાળાગાળીથી વાત કરી હતી અને તારી દિકરી કયાં  છે? તને ખબર છે? તેમ કહીને ધમકી આપી હતી કે, જો તને તારી દિકરી જોઈતી હોય તો દસ કરોડ તૈયાર રાખજે.. ગભરાઈ ગયેલા પિતાએ રૃપિયા કયાં અને કેવી રીતે પહોંચાડુ? ેતેવુ કહેતા જ સામેાથી ફોન કટ થઈ ગયો હતો.  થોડી વાર બીજી વખત અપહરણકારનો ફોન આવ્યો હતો. હું તને રાત્રે ૧૧ વાગ્યે ફોન કરીશ  તેમ કહી ફરી વખતે પણ ગાળાગાળી કરી હતી. યુવતીની માતાએ અપહરણકાર સાથે ફોન પર વાત કરવા જતા તેને પણ ગાળો બોલી હતી.

અપહરણકારે ધમકી ભાષામાં વાત કરતા કહ્યુ હતુ કે, તું અત્યારે કેટલા રૃપિયા આપીશ? જેના જવાબમાં વેપારીએ ૫૦ હજારાથી એકાદ લાખ સુાધીની વ્યવસૃથા કરી શકીશ તેમ જણાવ્યુ હતુ. જવાબમાં અપહરણકારે કહ્યુ હતુ કે, તારી દિકરીની કિંમત ૧ લાખ હોય તો એક લાખ હું તને આપી દઉં. અને પોલીસમાં ગયો તો છોકરીને મારી નાખીશ તેવી ધમકી આપીને ફોન કટ કરી નાખ્યો હતો.

ગભરાયેલા વેપારીએ ત્યારબાદ સગા સંબંધીઓને વાત કરતા સૌ એ પોલીસ ફરિયાદ કરવા સલાહ આપી હતી. અને આખરે મોડી રાત્રે અંજાર પોલીસ માથકે સમગ્ર બનાવની જાણ કરાતા પી.આઈ.એમ.એમ.જાડેજાએ વડા અિધકારીઓનું ધ્યાન દોર્યુ હતુ. અને રેન્જ આઈ.જી. જે.આર. મોથાલીયાના માર્ગદર્શન તળે એલસીબી સહિત વિવિાધ બ્રાંચના અિધકારીઓએ છોકરીની શોધખોળ આદરી હતી. હવે, ચાર આરોપીની તલાશ ચાલે છે.

યુવતીને ઘરે પહોંચવા ૨૦૦ રુપિયા આપ્યાં!

ફિલ્મી ઢબે અંજામ અપાયેલા આ બનાવમાં આજે સવારે યુવતી ભુજમાં હિલગાર્ડન પાસે મળી આવી હતી. અપહરણકારો યુવતીને ઘરે જવા ૨૦૦ રુપિયા આપી આ જગ્યાએ છોડી ગયા હતા. સૃથાનિક પોલીસે યુવતીનો કબ્જો માવતરોને સોંપ્યો હતો. જો કે, આરોપી હજુ પકડાયા નાથી પરંતુ સમગ્ર બનાવમાં જાણભેદુ હોવાની શંકાને નકારી શકાય તેમ નાથી.

રેન્જ આઈ.જી.ની સુચનાથી વિવિધ બ્રાંચની આખી રાત દોડધામ

અંજારની યુવતીનું અપહરણ થયાનું અને અપહરણકારોએ ૧૦ કરોડની રકમ માંગી હતી. ખંડણી નહિં આપે તો હત્યા કરી નાખવાની ધમકી અપાતા યુવતીને શોધવા રેન્જ આઈજીની સુચનાથી એલસીબી સહિત વિવિાધ બ્રાંચોએ કચ્છભરમાં નાકાબંધી સહિતની કાર્યવાહી કરીને આખી રાત દોડાધામ કરી હતી. જો કે, સવારે યુવતી સહી સલામત મળી આવતા હાશકારો થયો હતો. જો કે, અપહરણકારો કોણ છે? તેનો સુરાગ મળ્યો નાથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ndzk19

0 Response to "અંજારના વેપારીની દીકરીનું અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી મંગાતા ચકચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel