જૂના મહેસાણા શહેરમાં આજે સવારે 8 થી સાંજે 4 સુધી વિજ પુરવઠો બંધ

જૂના મહેસાણા શહેરમાં આજે સવારે 8 થી સાંજે 4 સુધી વિજ પુરવઠો બંધ

મહેસાણા,તા.16 જાન્યુઆરી 2021, શનિવાર

મહેસાણામાં આવેલા યુજીવીસીએલના ૨૨૦ કેવી સબસ્ટેશનમાં સમારકામ કરવાનું હોવાથી સમગ્ર જુના મહેસાણા શહેરમાં સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી વિજ પુરવઠો બંધ રહેનાર છે. જ્યારે મહેસાણા-૨માં રાધનપુર ચારરસ્તાથી વૃંદાવન સોસાયટી અને જેલ રોડ વિસ્તારમાં પણ લાઈટ ડૂલ રહેશે.

મહેસાણામાં આવેલ જીઈબીના ૨૨૦ કેવી સબસ્ટેશનમાં રવિવારે મેઈન્ટેનન્સની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે મહેસાણા-૧માં આવેલા રાજમહેલ રોડ, વિસનગર લીંક રોડ, ગાંધીનગર લીંક રોડ, પરા વિસ્તાર, સોમનાથ રોડ, હીરાનગર ચોક વિસ્તાર, કસ્બા, પિલાજીગંજ, આઝાદ ચોક સહિત તમામ વિસ્તારોમાં સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે મહેસાણા-૨માં રાધનપુર ચોકડીથી વૃંદાવન સોસાયટી અને જેલરોડ પર પણ વીજળી બંધ રહેશે. જોકે, શહેરના હાઈવે વિસ્તારમાં મોઢેરા રોડ, રાધનપુર રોડ, જીઆઈડીસી જેવા વિસ્તારોમાં વીજળી પૂર્વવત રહેનાર છે. દિવસભર વિજળી ડૂલ રહેવાથી રોજબરોજના કામોમાં હાલાકીની સંભાવના છે. પરંતુ રવિવાર રજાનો દિવસ હોવાથી મહત્વની કામગીરીમાં વિક્ષેપ પડે તેમ નથી. વળી શિયાળાની સિઝન હોવાથી લોકોને પંખા કે એસીની પણ જરૃરીયાત રહેતી નથી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qw5bbt

0 Response to "જૂના મહેસાણા શહેરમાં આજે સવારે 8 થી સાંજે 4 સુધી વિજ પુરવઠો બંધ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel