
મોડાસાના ટ્રકને મહારાષ્ટ્રના ખંડાલા પાસે અકસ્માત ડ્રાયવર સહિત બેના મોત
મોડાસા,તા.11 જાન્યુઆરી 2021, સોમવાર
મોડાસા ના ટ્રકને મહારાષ્ટ્રના ખંડાલા પાસે અકસ્માત નડયો હતો.જેમાં ડ્રાયવર સહિત બે લોકોના અકસ્માતમાં મોત નીપજયા હતા.આ ગંભીર અકસ્માતને લઈ મોડાસાના ડ્રાયવર એશોસીયેશનમાં શોકનો માહોલ છવાયો હતો.ટ્રક અકસ્માતમાં બે ના મોત ને લઈ પરીવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી.
મોડાસા શહેરમાંથી ટ્રક લઈ ડ્રાયવર લાલાભાઈ ભડકી બકરા ભરી પુના ગયા હતા.જયારે નાળીયેર ભરીને ટ્રક પરત ખંડાલા પાસે થી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન ટ્રકને ગંભીર અકસ્માત નડયો હતો. જેમાં ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.ટ્રક ડ્રાયવર લાલાભાઈ ભડકી સહિત બે લોકોના આ અકસ્માતમાં ગંભીર મોત નીપજયા હતા. જેને લઈ મોડાસા ડ્રાયવર એશોસીયેશનમાં શોકનો માહોલ છવાયો હતો.નાળીયેર ભરેલ ટ્રકને અકસ્માત નડતાં મોટુ નુકશાન થયું હતું.મોડાસા શહેરના મુસ્લીમ વિસ્તારમાં રહેતાં યુવાન ડ્રાયવરનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરીવારજનોમાં શોકની લાગણી વ્યાપી હતી. આમ મહારાષ્ટ્રના ખંડાલા પાસે ટ્રકને અકસ્માત નડતા બે લોકોના મોત થી મોડાસા પંથકમાં શોક છવાયો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35uCJ1C
0 Response to "મોડાસાના ટ્રકને મહારાષ્ટ્રના ખંડાલા પાસે અકસ્માત ડ્રાયવર સહિત બેના મોત"
Post a Comment