
રાશનકાર્ડની કામગીરીને લઈ અરજદારોની લાંબી લાઈનો લાગી
મહેસાણા,તા.11 જાન્યુઆરી 2021, સોમવાર
મહેસાણા મામલતદાર કચેરીમાં રાશનકાર્ડની કામગીરીને લઈ લાંબી લાઈનો લાગી હતી. જેથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી હતી. લાંબી લાઈનમાં સોશ્યલ ડીસ્ટન્સ પણ જળવાતું ન હતું. જેથી સરકારની કોરોના ગાીડલાઈનનું પણ પાલન થતું ન હતું. શનિવાર અને રવિવારની રજાના કારણે આજે ઉઘડતો દિવસ હોઈ અરજદારો મોટી સંખ્યામાં કામગીરી માટે ઉમટયા હતા.
મહેસાણા મામલતદાર કચેરીના પુરવઠા શાખા બહાર રાશનકાર્ડની વિવિધ કામગીરી જેવી કે રાશનકાર્ડમાંથી નામ કમી કરાવવું, નામ દાખલ કરવું, નવુ રેશનકાર્ડ કઢાવવું તેમજ એનએફએસએની દાવા અરજી માટે આજે સવારથી લાંબી લાઈન લાગી હતી. સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અહી વિવિધ કામગીરીને લઈ પહોંચ્યા હતા. જોકે લાઈનમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું ન હતું અને તેથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ અરજદારોમાં સેવાઈ હતી. સરકાર દ્વારા રેશનકાર્ડની વિવિધ સેવાો ઓનલાઈન કરવામાં આવી છે છતાં લોકો તેનો લાભ નથી લઈ રહ્યા. તે અહી લાગેલી લાઈન પરથી જોઈ શકાયું હતું.
રેશનકાર્ડની સેવાઓ ઓનલાઈન કરાઈ
ગામડાના અરજદારોને તાલુકા મથકોએ રાશનકાર્ડની કોઈપણ સેવા માટે આવવું ન પડે અને ઘર આંગણે ગ્રામ પંચાયતોમાં આ સેવાઓ મળી રહે તે હેતુસર રાશનકાર્ડ સહિતની ૪૪ જેટલી સરકારી સેવાઓ સરકારે ડીજીટલ ગુજરાત પ્રોગ્રામ અંતર્ગત ઓનલાઈન શરૃ કરવામાં આવેલી છે. જોકે લોકોમાં જાગૃતિના અભાવે આ ઓનલાઈન સેવાનો હેતુ સિદ્ધ નથી થઈ રહ્યો. ત્યારે તંત્ર દ્વારા આ અંગે જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરવા જોઈએ તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
બે દિવસ રજા બાદ કચેરી ખુલતા લોકો ઉમટયા
આ અંગે મામલતદાર કચેરી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મહિનાના બીજો શનિવાર રજા અને રવિવારની રજા કારણે અરજદારો કામ અર્થે કચેરીએ આવી શક્યા ન હતા અને આજે સોમવારે કચેરી શરૃ થતા લોકોની વિવિધ કામને લઈ લાંબી લાઈનો લાગી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oHDuMI
0 Response to "રાશનકાર્ડની કામગીરીને લઈ અરજદારોની લાંબી લાઈનો લાગી"
Post a Comment