ફાયરબ્રિગેડના પાર્કિંગમાંથી ગઠિયો શબવાહિની ચોરી ગયો

ફાયરબ્રિગેડના પાર્કિંગમાંથી ગઠિયો શબવાહિની ચોરી ગયો


અમદાવાદ, તા. 11 જાન્યુઆરી, 2021, સોમવાર

આનંદનગરમાં પ્રહલાદનગર ખાતે ફાયરબ્રિગેડના પાર્કિંગમાં મુકેલી રૂ.30,00,000ની કિંમતની શબવાહીની કોઈ ગઠિયો ચોરી ગયો હતો. ઈમરજન્સી વાહન હોવાથી શબવાહીનીની ચાવી સ્ટીયરિંગમાં જ રાખવામાં આવી હતી. જેનો ગઠિયાએ ફાયદો ઉઠાવ્યો હતો.

જોકે પોલીસે તપાસ કરીને માનસી સર્કલ પાસેથી શબવાહીની કબજે કરીને આરોપીને ઝડપી લીધો હતો. કોઈ સાથે મારામારી થતા તે બચવા માટે શબવાહીની લઈને ભાગી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. આનંદનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ આનંદનગર પ્રહલાદનગર ખાતે કોર્પોરેટ રોડ પર આવેલા ફાયરબ્રિગેડના સ્ટાફ ક્વાટરમાં રહેતા વિજયસિંહ આર.પુવાર(43) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. તેમની નોકરી ફાયરબ્રિગેડની શબવાહીનીના ડ્રાઈવર તરીકેની છે.

10 જાન્યુઆરીના રોજ વિજયસિંહ શબવાહીની લઈને બોડકદેવ ખાતે વર્ધીમાં ગયા હતા અને ત્યાંથી પરત સાંજે શબવાહીની ફાયરબ્રિગેડના પાર્કિંગમાં પાર્ક કરી હતી. ઉપરાંત ઈમરજન્સી વાહન હોવાથી ચાવી શબવાહીનીના સ્ટીયરીંગમાં જ ભરાવી રાખી હતીદરમિયાન સાંજે વિજયસિંહ શબવાહીનીના વર્કીંગ માટે આવ્યા ત્યારે તેમણે પાર્ક કરેલી શબવાહીની જોઈ ન હતી.

આથી તેમણે તાત્કાલિક ફાયરબ્રિગેડ કંટ્રોલમાં તથા ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસરને જાણ કરી હતી. આથી કોઈ ગઠિયો શબવાહીની ચોરી ગયો હોવાનું જણાતા વિજયસિંહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જેને આધારે પોલીસે તપાસ કરતા શબવાહીની વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસેથી મળી આવી હતી.

જેમાં પોલીસે નજીકમાં જ રહેતા રૂદ્ર્ ગુર્જર નામના યુવકની અટક કરી હતી. પુછપરછમાં તેણે પોલીસને કહ્યું હતું કે તે પ્હલાદનગરમાં એક રિક્રૂટમેન્ટ કંપનીમાં નોકરી કરે છે. તેને પ્રહલાદનગર ફાયરબ્રિગેડ પાસે કેટલાક શખ્સો સાથે મારામારી થતા તેે બચવા માટે શબવાહીની લઈને ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sdTNml

0 Response to "ફાયરબ્રિગેડના પાર્કિંગમાંથી ગઠિયો શબવાહિની ચોરી ગયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel