
પાંચ જિલ્લામાં બહુમાળી શેડ્સ અને મોડેલ એસ્ટેટનું નિર્માણ કરાશે
8 જિલ્લામાં 987 હેક્ટર જમીનમાં નવી GIDCની સ્થપાશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર
ગુજરાતમાં આઠ નવી ઔદ્યોગિક વસાહતો બનાવવાની અને પાંચ જિલ્લામાં બહુમાળી શેડ્સ અને મોડેલ એસ્ટેટ બનાવવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કરી હતી. તેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને 50)થી 2000 ચોરસ મીટરના પ્લોટ્સની તથા મોટા ઉદ્યોગોને 10,000થી 50,000 ચોરસ મીટરના પ્લોટ્સની ફાળવણીક રવામાં આવશે.
ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમતી પાટણ ચારૂપમાં આવેલી જીઆઈડીસીના 264 પ્લોટ્સની કોમ્પ્યુટરાઈઝ ડ્રોના માધ્યમથી ફાળવણી કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આઠ જિલ્લાની 987હેક્ટર જમીનમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. મોરબી ખાતે 500 હેક્ટર વિસ્તારમાં નવી ઔદ્યોગિક વસાહત તૈયાર કરવામાં આવશે.
તેમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને (એમએસએમઈ)ને 500થી માંડીને 2000 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી કરવામાં આવશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને અંદાજે 2570 પ્લોટની ફાળવણી કરવામાં આવશે. બીજી તરફ મોટા ઉદ્યોગોને માટે 10000થી 50,0000 ચોરસફૂટના 337 પ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાની અલગ પ્રોડક્ટ્સ તૈયાર થાય અને વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ્સનો સંકલ્પ સાકાર થાય તે માટે કારખાના અને ઉત્પાદન એકમોને અનુકૂળ માહોલ ઊભો કરી આપવાનો ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે.
એમએસએમઈના એકમો અનેક લોકોને રીજી આપે તે પ્રકારનો આર્થિક માહોલ નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું વિજય રૂપાણીએ જણાવ્યું હતું. નવી જીઆઈડીસીમાં 1223 કરોડનું મૂડી રોકાણ કરવાનું અને 20 હજારથી વધુ રોજગીરીની તક નિર્માણ કરવાનું ધ્યેય હોવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે એમએસએમઈને વેગ મળે તે માટે હયાત 9 જીઆઈડીસીમાં મલ્ટી સ્ટોરી શેડ્સ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અણદાવદ જિલ્લામાં 360 નવા બહુમાળી શેડ્સનું નિર્માણ કરવામાં આવશે. તેમાં રૂા. 100 કરોડનું રોકાણ કરવા ઉપરાંત 1000 નવી રોજગારીની તક પણ ઊભી કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ-2, વાપીઅને લોધિકાની હયાત વસાહતોને પણ નવી સુવિધા આપીને તેને હાઈટેક તથા મોડેલ એસ્ટેટ બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાતની ઔદ્યોગિક વસાહતોમાં પ્લગ એન્ડ પ્લેના ધોરમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થયા છે. તેથી એસ્ટેટમાં આવનારા કરખાનેદાર સીધા પોતાના મશીન ગોટવીને ઉત્પાદન શરૂ કરી સકશે. આ પ્રકારની આધુનિક સુવિધાઓ સાથેના શેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
સાણંદના વિરોચનનગરમાં મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક સ્થપાશે
સાણંદના ઓટોમોબાઈલ હબની પાસે વિરોચનનગરમાં ભારતનો સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. 1450 એકરમાં સ્થપાનારા આ પાર્કમાં ડેડીકેટેડ એરકાર્ગો કોમ્પ્લેક્સ બનાવવામાંઆવશે. મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક એર, રેલ અને રોડ કનેક્ટિવિટી સીધી પૂરી પાડશે.
લોજિસ્ટિક ાર્કમાં રૂા. 50,000 કરોડનું અંદાજિત રોકાણ કરવામાં આવશે. તેના થકી અંદાજે 25000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. આ પ્રોજેક્ટ માટે જરૂરી મંજૂરીઓ મેળવીને છ મહિનામાં પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે એને ત્રણ વર્ષમાં તબક્કાવાર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.
આ માટેના સમજૂતી કરાર પર અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડના સીઈઓ કરણ અદાણીએ સહીસિક્કા કર્યા હતા. એમ.કે. દાસે જણાવ્યુ ંહતું કે લોજિસ્ટિક પાર્કમાં એર કાર્ગો ટર્મિનલ પર 4.6 કિલોમીટર લંબાઈનો રન-વે બનાવવામાં આવસે. માટા માલવાહક વિમાનો કે જહાજોને હેન્ડલ કરી સકાશે. તેનાથી સ્થાનિક અને નિકાસના બજાર સાથે કનેક્ટિવિટી મળી રહેશે.
ગુજરાતના કયા વિસ્તારોમાં નવી જીઆઈડીસી બનશે
નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ વેગ મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીએ વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં હયાત નવ ઔદ્યોગિક વસાહતોમાં 360 જેટલા મલ્ટી સ્ટોરી શેડ્સ બનાવવાનું આયોજન કર્યું છે.
આ જ રીતે દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત ઔદ્યોગિક વસાહતોને પણ તમામ મૂળભૂત અને હાઈટેક સુવિધાઓ ઊભી કરી આપીને મોડેસ એસ્ટેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જલોત્રામાં માર્બલ કટિંગ-પોલિશિંગનો ઉદ્યોગ સ્થાપવાનું આયોજન છે.
ખેરપરમાં બ્રાસ ઉદ્યોગ, મોરબીમાં સિરામિક ઉદ્યોગ ગાંધીનગરના કડજોદહરામાં ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણમાં ઓટો એન્સિલરી ઉદ્યોગ, રાજકોટના નાગલપરમાં મેડિકલ ડિવાઈઝ ઉદ્યોગ તથા આણંદ અને મહિસાગરમાં ઇજનેરી ઉદ્યોગને ફાયદો થાય તે રીતે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ ંહતું.
- બનાસકાંઠામાં જલોત્રા -જામનગરમાં શેખપર
- ગાંધીનગરમાં કડજોદરા - પાટણમાં વાગોસણ
-રાજકોટમાંં નાગલપર -આણંદમાંં ઓડ
- મહિસાગમાં ખાંડીવાવ - મોરબી
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pbgs0S
0 Response to "પાંચ જિલ્લામાં બહુમાળી શેડ્સ અને મોડેલ એસ્ટેટનું નિર્માણ કરાશે"
Post a Comment