તબીબી વિદ્યાર્થીઓને ફરજિયાત કોવિડ ડયુટી સામે ફરી પિટિશન

તબીબી વિદ્યાર્થીઓને ફરજિયાત કોવિડ ડયુટી સામે ફરી પિટિશન


અમદાવાદ, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર

તબીબી વિદ્યાર્થીઓને ફરજીયાત કોવિડ ડયુટીમાં હાજર થવાના સરકારના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં ફરી પિટિશન કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હાજર ન થાય તો તેમને ડયુટી પર કરવા માટે તેમના ઘરે પોલીસ મોકલવાના નિર્ણયની હાઇકોર્ટે આકરી ટીકા કરી છે.

300થી વધુ તબીબોએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે તેઓ અત્યારે એમ.બી.બી.એસ.મ્ અભ્યાસ કરી રહ્યા છે અને આગામી મહિનાઓમાં તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ટ્રન્સ પરીક્ષા આપવાના છે.

આમ છતં તેમને ફરજીયાત કોવિડ ડયુટી આપવામાં આવી છે અને તેઓ ડયુટી પર હાજર નહીં થાય તો સરકારને બોન્ડ પેટે આપવામાં આવેલી રકમ પરત આપવામાં નહીં આવે. આ ઉપરાંત કોવિડ ડયુટી પર હાજર ન થનારા તબીબોને લેવા તેમના ઘરે પોલીસ મોકલવામાં આવે છે. સ્કોલર તબીબી વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની વર્તણૂક અયોગ્ય છે.

અત્યારે હવે કોરોનાના કેસો સાવ ઘટી ગયા છે અને હોસ્પિટલોમાં 80 ટકા બેડ ખાલી છે અને ગંભીર કેસોનું પ્રમાણ પણ ઘટયું છે.  આ ઉપરાંત રસીકરણની શરૂઆત પણ થઇ ચૂકી છે, તેથી સરકારે આ તબીબોને રાહત આપવા અંગે પુન:વિચારણા કરવી જોઇએ. આ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આગળ વધવા માગે છે અને અત્યારે તેમના માટે દરેક દિવસ મહત્વનો છે.

વિદ્યાર્થીઓને લેવા ઘરે પોલીસ મોકલવા અંગે હાઇકોર્ટે સરકારને આકરી મૌખિક ટકોર કરી છે કે અમે આ વાત રેકોર્ડ પર નથી  લેતા પરંતુ હવે આ પ્રકારની ફરિયાદ કોર્ટ સમક્ષ ન આવવી જોઇએ. વિદ્યાર્થીઓ કોવિડ ડયુટી પર હાજર ન થાય તો તંત્ર તેમને લવા કોલેજના પ્રોફેસર કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટને મોકલી શકે છે, અથવા અન્ય રીતે કાર્યવાહી કરી શકે છે. કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3peaXhK

0 Response to "તબીબી વિદ્યાર્થીઓને ફરજિયાત કોવિડ ડયુટી સામે ફરી પિટિશન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel