રાજકોટમાં યોજાનારા મહાસંમેલનમાં ભાગ લેનારા ખેડૂત આગેવાનોની અટકાયત

રાજકોટમાં યોજાનારા મહાસંમેલનમાં ભાગ લેનારા ખેડૂત આગેવાનોની અટકાયત


સુરેન્દ્રનગર, સાયલા, પાટડી, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર

સમગ્ર દેશમાં ખેડુતોના કૃષીલક્ષી બીલોનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ ત્રણેય બીલો સંપૂર્ણ રીતે પરત ખેંચવાની માંગ સાથે છેલ્લા બે મહિનાથી દિલ્હી ખાતે વિવિધ ખેડુત સંગઠનો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે રાજકોટ ખાતે ખેડુતોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટીસંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતાં પરંતુ આ ખેડુત મહાસંમેલનમાં સમર્થન આપવા તેમજ ભાગ લેવા જાય તે પહેલા જ સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી પોલીસે ખેડુત આગેવાનોની અટકાયત કરી નજરકેદ કર્યા હતાં.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારના કૃષી બીલોનો ખેડુતો દ્વારા ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે અને દિલ્હી ખાતે આ બીલો પરત ખેંચવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે રાજકોટ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પૂર્વધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂની અધ્યક્ષતામાં મહાસંમેલન યોજાયું હતું. ત્યારે આ સંમેલનમાં સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાંથી ખેડુત આગેવાનો અને ખેડુતો ઉપસ્થિત રહેવાના હોય ભાજપ સરકારની નીતી અને તાનાશાહીના પગલે આ મહાસંમેલનમાં ખેડુતો ન જોડાય તે માટે જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી ખેડુત આગેવાનો આ મહાસંમેલનમાં સમર્થન આપવા જાય તે પહેલા રસ્તામાંથી જ તેઓની અટકાયત કરી નજરકેદ કરવામાં આવ્યા હતાં. જેમાં સાયલા કિસાન કોંગ્રેસના પ્રમુખ ત્રીકમભાઈ કાનજીભાઈ સભાણી રાજકોટ પહોંચે તે પહેલા જ પોલીસે નજરકેદ કરી સાયલા પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં આ ઉપરાંત બજાણા પોલીસ દ્વારા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના જોઈન્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ પટેલને પણ રાજકોટ ખાતે ખેડુત સંમેલનમાં હાજરી આપવા જાય તે પહેલા જ અટકાયત કરી માલવણ પોલીસ મથકે નજરકેદ કરી રાખવામાં આવ્યાં હતાં જ્યારે મુળી તાલુકાના ખેડુત આગેવાન રામકુભાઈ કરપડાને પણ નજરકેદ કર્યા હતાં. આમ જીલ્લામાંથી ખેડુત આગેવાનો મહાસંમેલનમાં ઉપસ્થિત રહે તે પહેલા જ પોલીસે અટકાયત કરતાં રોષ જોવા મળ્યો હતો અને ભાજપના શાસનમાં ખેડુતોને વિરોધ કરવાનો હક્ક પણ ન હોવાથી સરકાર સામે રોષ દાખવ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sMyubT

0 Response to "રાજકોટમાં યોજાનારા મહાસંમેલનમાં ભાગ લેનારા ખેડૂત આગેવાનોની અટકાયત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel