
ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરતું હવામાન વિભાગ
ડીસા તા.22 જાન્યુઆરી 2021, શુક્રવાર
ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં તિવ્ર ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યો હતો. જ્યારે વાતાવરણમાં આવેલા પલ્ટાને લઇ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. જેને લઇ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયા બાદ ગતરોજ ઘટાડો નોંધાતા ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. જોકે આગામી ત્રણ દિવસ માટે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુંસાર ડીસામાં ૧૨.૦ ડીગ્રી, પાલનપુરમાં ૧૨.૦ ડીગ્રી, વાવમાં ૧૪.૦ ડીગ્રી, થરાદમાં ૧૪.૦ ડીગ્રી, ભાભરમાં ૧૪.૦ ડીગ્રી, અમીરગઢમાં ૧૨.૦ ડીગ્રી, અંબાજીમાં ૧૧.૦ ડીગ્રી, આબુરોડ ૧૨.૦ ડીગ્રી, ઇડરમાં ૧૨.૦ ડીગ્રી, મહેસાણામાં ૧૩.૦ ડીગ્રી, ઉંઝામાં ૧૩.૦ ડીગ્રી, સિધ્ધપુરમાં ૧૩.૦ ડીગ્રી, પાટણમાં ૧૩.૦ ડીગ્રી, મોડાસામાં ૧૪.૦ ડીગ્રી, હિંમતનગરમાં ૧૩.૦ ડીગ્રી, ખેડબ્રહ્મામાં ૧૨.૦ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાને લઇ તેની સીધી અસર હવે ગુજરાતમાં જોવા મળી હતી. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે પહોંચી જતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. જ્યારે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. જેને લઇ ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ગતરોજ લઘુત્તમ તાપમાનમાં ૧ ડીગ્રી જેટલો ઘટાડો નોંધાતા ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MbRFeq
0 Response to "ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી કરતું હવામાન વિભાગ"
Post a Comment