મોઢેરામાં આજે ઉત્તરાર્ધ મહોત્સવમાં કથકલી, ભરત નાટયમ રજૂ થશે

મોઢેરામાં આજે ઉત્તરાર્ધ મહોત્સવમાં કથકલી, ભરત નાટયમ રજૂ થશે

મહેસાણા, તા. 22 જાન્યુઆરી 2021, શુક્રવાર

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે દર વર્ષની જેમ ઉજવાતો ઉત્તરાર્ધ મહોત્સવ આજે યોજાશે. ચાલુ સાલે કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ બે દિવસના બદલે એક જ દિવસમાં સંપન્ન થશે. જેમાં શાસ્ત્રીય નૃત્યોની મણીપુરી, ઓડીસી, કથકલી અને ભરત નાટયમમાં કલાકારો પોતાના કામણ પાથરશે.

મોઢેરા ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સાંજના ૬.૩૦ કલાકે મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં ચાર પ્રકારના શાસ્ત્રીય નૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ મણીપુરી નૃત્ય, ાર. કે. સનાહીદેવી કૃષ્ણાલીલા આધારિત નૃત્ય પ્રસ્તુત કરશે. જેમાં કલાવૃંદના પાંચ કલાકોર પ્રસ્તુતિ કરશે. બીજા ઓડીપી નૃત્યમાં કાયા કલ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ, આરતી મિશ્રા તથા ૬ કલાકારો રજુ કરશે. કથકલી નૃત્ય મુદ્રા સ્કૂલ ઓફ ઈન્ડિયન ક્લાસીકલ ડાન્સ, અમદાવાદના ૮ કલાકારો પોતાની કલા રજુ કરશે તેમજ ભરત નાટયમ શ્રીદેવી નૃત્યાલય ચેન્નાઈના ૫ કલાકારો પોતાના કામણ પાથરી લોકોને મંત્રમુગ્ધ કરસે જોકે કોરોના મહામારીના કારણે સોશિયલ ડીસ્ટન્સ તેમજ સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sME2TL

0 Response to "મોઢેરામાં આજે ઉત્તરાર્ધ મહોત્સવમાં કથકલી, ભરત નાટયમ રજૂ થશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel