
માસ્કનો દંડ માગ્યો તો પોલીસ પર હુમલો કર્યો !
અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર
કોરોના રોકવા માટે માસ્ક પહેર્યા વગર નીકળતાં લોકો સામે પોલીસ કાર્યવાહી કરે છે. સાબરમતી પોલીસ પર ડી-કેબીન વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર યુવક સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
સાબરમતી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રામસિંહ અને ટીમ વન ગાડીમાં ડી કેબીન રેલવે ક્રોસીંગ પાસે માસ્ક ચેકીંગ ડ્રાઈવ કરી રહ્યાં હતાં. આ સમયે એક યુવક પોતાની બાઈક લઈને જાહેરમાં માસ્ક પહેર્યા વગર ઉભેલો જોવા મળ્યો હતો. પોલીસ ડ્રેસ પહેરેલો હતો અને સરકારી વાહન હતું ત્યારે પોલીસે આ યુવકને માસ્ક નહીં પહેરવા અંગે કાર્યવાહીની વાત કરી હતી.
આ યુવકે ગુસ્સે થઈને હેડ કોન્સ્ટેબલની ફેટ પકડી લીધી હતી. પોલીસે કાળી ગામ પટેલવાસમાં રહેતા ધવલ દિક્ષીતભાઈ શાહ નામના 20 વર્ષના યુવક સામે ઉશ્કેરાઈને પોલીસ પર હુમલો કરવા અને ફરજમાં રૂકાવટ કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LEktf7
0 Response to "માસ્કનો દંડ માગ્યો તો પોલીસ પર હુમલો કર્યો !"
Post a Comment